Site icon Revoi.in

મકરસંક્રાતિ નિમિત્તે સમગ્ર દેશમાં એક કરોડ લોકો સૂર્ય નમસ્કાર કરશે

Social Share

દિલ્હીઃ આયુષ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 14 જાન્યુઆરી 2022ના રોજ વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કારના આ કાર્યક્રમમાં જોડાય તેવી શકયતા છે.

આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં 75 લાખ લોકો ભાગ લે એવી શકયતા છે. પરંતુ નોંધણી અને તૈયારીને જોતા એક કરોડથી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવી શકયતા છે. તેમણે વધુમાં કહ્યું કે, સૂર્ય નમસ્કાર મન અને શરીરને નવજીવન આપે છે. “મોલેક્યુલર જિનેટિક્સ પર યોગની અસરોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે”

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. આ વિશ્વવ્યાપી કાર્યક્રમમાં ભારત અને વિદેશની તમામ અગ્રણી યોગ સંસ્થાઓ, ભારતીય યોગ સંઘ, નેશનલ યોગ સ્પોર્ટ્સ ફેડરેશન, યોગા પ્રમાણપત્ર બોર્ડ, FIT ઈન્ડિયા અને ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ ભાગ લઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિ નીમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. લોકોએ 25, 50, 75, 100, 150 અને 175 સૂર્ય નમસ્કાર કર્યાં હતા.

(PHOTO-FILE)