Site icon Revoi.in

દિલ્હીમાં વેક્સિન લેનારા આરોગ્ય કર્મચારીઓમાં દરેક ચોથો વ્યક્તિ ફરી ડેલ્ટા વેરિએન્ટની ઝપેટમાં

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીનો હજી અંત આવ્યો નથી,જેમાં ખાસ કરીને ડેલ્ટા વેરિએન્ટને કારણે, દિલ્હીમાં દરેક ચોથો રસી લેનાર સ્વાસ્થ્ય કર્મી ફરીથી  સંક્રમણની ઝપેટમાં આવ્યો છે. જો કે, સારી વાત એ છે કે,આ દર્દીઓમાંથી કોઈને પણ રસી લીધી હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા અને ન તો કોઈનું મૃત્યુ નોંધાયું હતુ.

અત્યાર સુધી, દેશમાં રસીકરણ પછીના સંક્રમણને લગતા ડઝનથી વધુ ક્લિનિકલ અભ્યાસો હાથ ઘરાયા છે, પરંતુ પ્રથમ વખત, રસી લેનારાઓમાં  25 ટકાથી વધુ સંકમણ નોંધાયું છે.

નવી દિલ્હી સ્થિત ઈન્સ્ટીટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી ના વૈજ્ઞાનિક એવા ડો.શાંતનુ સેનની દેખરેખ હેઠળ વૈજ્ઞાનિકોએ મેક્સ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ પર કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 25.30 ટકા કર્મચારીઓને  રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ થયું જો કે તે એટલું જોખમી નહોતું.

આઈજીઆબી ના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલનું કહેવું છે કે આ અભઅયાસમાં સેરો-પોઝિટિવિટી બે-તૃતીયાંશજોવા મળી છે, જેને જોતાં એવું કહેવું ખોટું નથી કે રસી લીધા પછી પણ લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. રસી લીધા પછી કોરોના થઇ શકે છે, પરંતુ જો ભવિષ્યમાં કોરોનાનું અન્ય કોઇ પરિવર્તન સામે આવે તો તેના પરિણામો ખતરનાક નહીં હોય.