Site icon Revoi.in

એક ઈન્જેક્શન ઘટાડશે વજન,ટૂંક સમયમાં UKમાં ઉપલબ્ધ થશે,પરંતુ આ કામ કેવી રીતે કરે છે,જાણી લો

Social Share

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે,વિશ્વભરમાં 65 કરોડ પુખ્ત વયના લોકો મોટાપાની સમસ્યાથી પીડિત છે.મોટાપામાં વધારો એ એક મહામારી સમાન છે. તેનો સામનો કરવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો એકઠા થયા છે.આ મોટાપાને ઘટાડવા માટે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક ઈન્જેક્શન વિકસાવ્યું છે.એવો દાવો કરવામાં આવે છે કે,મોટાપાથી પરેશાન લોકો પર તેનો ઉપયોગ કરવાથી વજનમાં ઘટાડો થાય છે.

રિપોર્ટ અનુસાર,આ ઈન્જેક્શનનું નામ સેમાગ્લુટાઈડ છે. તેને ડ્રગ કંટ્રોલર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.હવે યુકેની હેલ્થ એજન્સી નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા મોટાપાથી પીડિત દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવશે.ટ્રાયલ દરમિયાન દર અઠવાડિયે દર્દીને આ ઈન્જેક્શન આપવામાં આવતું હતું.લગભગ 1 વર્ષ પછી દર્દીના વજનમાં 12 ટકા સુધીનો ઘટાડો થયો છે.

આ ખાસ પ્રકારના ઈન્જેક્શનને વેગોવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઈન્જેક્શન એવા દર્દીઓને આપવામાં આવશે જેઓ કોઈ રોગથી પીડિત છે જેનો સીધો સંબંધ વધતા વજન સાથે છે.ઉદાહરણ તરીકે, હૃદય રોગ, સ્લીપ એપનિયા અથવા બોડી માસ ઇન્ડેક્સ 35નો આંકડો વટાવી ગયો છે.કટોકટીની સ્થિતિમાં આ ઇન્જેક્શન 30 નું બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા લોકોને પણ આપી શકાય છે.

આ ઈન્જેક્શન કેવી રીતે કામ કરે છે.હવે તે સમજી લો.આ ઈન્જેક્શન શરીરમાં ભૂખને દબાવવાનું કામ કરે છે.સાદી ભાષામાં સમજીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ ખોરાક ખાય છે ત્યારે શરીરમાં ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઈડ 1 હોર્મોન નીકળે છે. તે કહે છે કે,માણસનું પેટ ભરેલું છે.આ ઈન્જેક્શન આ હોર્મોનની જેમ શરીરમાં પહોંચીને કામ કરે છે.આ રીતે વ્યક્તિને લાગે છે કે તેનું પેટ ભરાઈ ગયું છે અને તે ઓછું ખાય છે. પરિણામે, વજન વધતું નથી.

રિપોર્ટ અનુસાર આ ઈન્જેક્શન શા માટે જરૂરી છે તે ઈંગ્લેન્ડના આંકડાઓ પરથી સમજી શકાય છે. ઈંગ્લેન્ડમાં દર 5માંથી એક વ્યક્તિ મોટાપાથી પરેશાન છે. જેનો અર્થ છે કે,તેમનો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI 30 કે તેથી વધુ છે.જેના કારણે અનેક રોગોનો ખતરો વધી જાય છે, જીવનું જોખમ પણ વધી જાય છે.એવામાં, આ ઇન્જેક્શન આ જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.