Site icon Revoi.in

કોટડાસાંગણી વિસ્તારમાંથી વન વિભાગે એકત્ર કરેલો દાઢ લાખ કિલો ઘાસનો જથ્થો વરસાદમાં પલળી ગયો

Social Share

રાજકોટઃ  કોટડાસાગણી વિસ્તારમાં વન વિભાગ દ્વારા દોઢ લાખ કિલો ઘાસ એકઠું કરવામાં આવ્યું હતું. અને એકત્ર થયેલું ઘાસ ખૂલ્લા મેદાનમાં રાખવામાં આવ્યું હતું. વરસાદની સીઝન હોવાની જાણ હોવા છતા વન વિભાગના સ્ટાફે ઘાસને ઢાક્યુ નહતું. દરમિયાન વરસાદ પડતા ઘાસ પલળી ગયું હતું. આમ વન વિભાગના સ્ટાફની બેદરકારીને લીધે દોઢ લાખ કિલો ઘાસનો જથ્થો કોહવાઈ ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોટડાસાંગાણી પંથકમાં વન  વિભાગ દ્વારા દોઢ લાખ કિલો ઘાસ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તમામ ઘાસનો જથ્થો ખુલ્લા સ્થળ પર જ મુકી દેવામાં આવ્યો હતો. ચોમાસું શરૂ થયું છતાં આ ઘાસને ઢાંકવામાં નહીં આવતા વરસાદમાં પલળી ગયું છે. જેના કારણે પશુપાલકોને નુકસાન થશે.

ખેડૂતો અને માલધારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, આ ઘાસ પલળવા માટે જવાબદાર કોણ? બીજી તરફ ખેડૂતોની જણસો માટે જે શેડ બનવા જોઈએ તે બનતા નથી સામે પશુઓના ખોરાક માટે ગોડાઉનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી. ભારતીય કિસાન સંઘના દિલીપભાઇ સખિયાએ જણાવ્યું હતું કે, તંત્રે તાત્કાલિક ધોરણે ખેડૂતો, પશુઓ અને ગ્રામ્ય લોકોની પ્રાથમિક વ્યવસ્થામાં થોડુંક ધ્યાન આપવું જોઈએ જેથી ગામડાંઓનો અને પશુપાલન વિકાસ સરળતાથી થઇ શકે.