Site icon Revoi.in

24 ડિસેમ્બરે એક લાખ લોકો એકસાથે ભગવદ ગીતાનો પાઠ કરશે,PM મોદી કાર્યક્રમમાં લેશે ભાગ

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખ લોકો એકસાથે ભગવદ ગીતાનો જાપ કરશે.

ભાજપ પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારે સોમવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ‘એક લાખ ગીતા પાઠ’ કાર્યક્રમ 24 ડિસેમ્બરે શહેરના મધ્યમાં આવેલા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. પીએમ મોદીને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે આમંત્રણ સ્વીકારી લીધું છે.

કાર્યક્રમની માહિતી આપતાં સુકાંત મજમુદારે જણાવ્યું હતું કે 24મી ડિસેમ્બરે એક લાખ લોકો એકસાથે ભગવદ ગીતાનો પાઠ કરશે. તેમણે કહ્યું કે આ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવા માટે ઘણા ધાર્મિક જૂથો એકઠા થયા છે.આ સાથે મજુમદારે દાવો કર્યો કે આ એક અરાજકીય કાર્યક્રમ હશે. આ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને રાજ્યની અન્ય પ્રખ્યાત હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે.

આ કાર્યક્રમને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી અને અમે તેનું આયોજન નથી કરી રહ્યા. જો કે, શાસક તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન વ્યૂહાત્મક રીતે કરવામાં આવી રહ્યું છે.

ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ વધુ વખત રાજ્યની મુલાકાત લેશે. 2019ની લોકસભાની ચૂંટણી અને 2021ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આપણે આ વલણ જોયું છે. પરંતુ, આનાથી કોઈ પરિણામ આવશે નહીં. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 42માંથી 18 બેઠકો જીતી હતી, જ્યારે TMCની સંખ્યા ઘટીને 22 થઈ ગઈ હતી. કોંગ્રેસે બે બેઠકો જીતી હતી.