Site icon Revoi.in

અમદાવાદમાં કાલે સોમવારે યોજાનારી ચૂંટણીમાં એક હજાર વિદ્યાર્થીઓ સ્વયંસેવકો તરીકે ફરજ બજાવશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની કાલે સોમવારે યોજાનારી 93 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરીદીધી છે. અમદાવાદમાં આજે રવિવારે દરેક બુથને ઈવીએમ અને વીવીપેટ પણ ફાળવી દેવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ચૂંટણી બુથનો હવાલો સંભાળી લીધો છે. દરમિયાન શહેરના 16 વિધાનસભા બેઠક પર એક હજારથી વધુ 18 વર્ષ કરતા નાના વિદ્યાર્થીઓને મતદાર સહાયક સ્વયંસેવક તરીકે મૂકવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પોલિંગ સ્ટાફની અછતના કારણે ઘણી જગ્યાએ બૂથ લેવલ ઓફિસર તરીકે કાર્યરત કર્મચારીઓને પોલિંગ ડ્યૂટીમાં લેવામાં આવ્યા છે. જેથી મતદાનના દિવસે મતદારોને અગવડતા ન પડે તે માટે મતદાર સહાયક સ્વયંસેવક તરીકે વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે. અમદાવાદની નરોડા બેઠક પર સૌથી વધુ 150 વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે કામગીરી સંભાળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લામાં પોલિંગ સ્ટાફની અછતના કારણે ચૂંટણી કમિશનરની મંજુરી બાદ પોલિંગ ડ્યૂટીમાં બૂથ લેવલ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મતદાનના દિવસે મતદારોને અગવડતા ન પડે તે હેતુથી જ્યાં એકથી વધુ મતદાન મથકો આવેલા છે, તેવા લોકેશન પર હાજર BLOની સાથે તે જ લોકેશનના જે BLO પોલ ડ્યૂટીમાં લેવામાં આવેલા છે તે જગ્યાએ મતદાર સહાયતા કેન્દ્ર પર મતદાર સહાયક સ્વયંસેવક તરીકે 18 વર્ષથી ઓછી ઉંમરના NSSના વિદ્યાર્થીઓને મૂકવામાં આવશે. જેમાં નારણપુરામાં 85, નિકોલમાં   71, ઠક્કરબાપાનગરમાં 60,
નરોડામાં 150, અમરાઈવાડીમાં 78, જમાલપુર-ખાડિયામાં 69, દરિયાપુરમાં  17, દાણીલીમડામાં104, વટવામાં 62, બાપુનગરમાં  16, અસારવામાં  110, અને સાબરમતીમાં 38 તેમજ એલિસ બ્રિજમાં 114 વિદ્યાર્થીઓને સ્વયંમ સેવક તરીકેની ફરજ સોંપવામાં આવશે.