Site icon Revoi.in

ઓપરેશન દોસ્તઃ ભૂકંપગ્રસ્ત તૂર્કી અને સિરિયાને 6 હજાર ટન જેટલી કટોકટી રાહત સામગ્રી મોકલાઈ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભૂકંપ પ્રભાવિત સીરિયા અને તુર્કીને માનવતાવાદી તબીબી સહાય મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં તુર્કી અને સીરિયાને કટોકટી રાહત સામગ્રી પ્રદાન કરવાના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પ્રયાસોને પ્રશંસા કરીને કહ્યું હતું કે “ભારત વસુધૈવ કુટુમ્બકમની વર્ષો જૂની પરંપરાની ભાવનામાં બંને દેશોને મદદ કરી રહ્યું છે”.

6ઠ્ઠી ફેબ્રુઆરી, 2023ના રોજ જ્યારે સીરિયા અને તુર્કીમાં બે શક્તિશાળી ભૂકંપ આવ્યા, ત્યારે 12 કલાકની અંદર હિંડોન એરબેઝ પર 3 ટ્રક લોડ રાહત સામગ્રી ગોઠવવામાં આવી હતી જેમાં જીવન સંરક્ષક કટોકટીની દવાઓ અને રક્ષણાત્મક વસ્તુઓનો સમાવેશ થાય છે. 7મી ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે ટ્રકો પહોંચવાનું શરૂ કર્યું અને સાંજે 04:00 વાગ્યા સુધીમાં ભારતીય વાયુસેના (IAF)ને રાહત સામગ્રી સોંપવાનું શરૂ થઈ ગયું હતું.

છેલ્લો ટ્રક લોડ 09:30 વાગ્યા સુધી પહોંચ્યો અને રાહત કામગીરી માટે તે જ દિવસે રાત્રે 10:00 વાગ્યે ફ્લાઈટ ઈમરજન્સી રાહત સામગ્રી સાથે સીરિયા જવા રવાના થઈ હતી. કન્સાઇનમેન્ટમાં 5,945 ટન કટોકટી રાહત સામગ્રીનો સમાવેશ થાય છે જેમાં 27 જીવન બચાવતી દવાઓ, બે પ્રકારની રક્ષણાત્મક વસ્તુઓ અને ત્રણ કેટેગરીના ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે, જેની કિંમત આશરે રૂ. 2 કરોડ છે.

10મી ફેબ્રુઆરી 2023ના રોજ, તુર્કી અને સીરિયા બંને માટે મોટી સંખ્યામાં રાહત સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીરિયા માટેના માલસામાનમાં 72 ક્રિટિકલ કેર દવાઓ, ઉપભોગ્ય વસ્તુઓ અને 7.3 ટન રક્ષણાત્મક વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 1.4 કરોડ છે. તુર્કી માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં 14 પ્રકારના મેડિકલ અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 4 કરોડ છે.