1. Home
  2. Tag "syria"

ઈરાક અને સીરિયામાં 85થી વધુ સ્થળો પર અમેરિકાનો હુમલો

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાક અને સીરિયામાં સાત સ્થળોએ 85થી વધુ સ્થળો પર હુમલો કર્યો. મધ્ય પૂર્વ સંકટ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સની આ કાર્યવાહી તાજેતરમાં જોર્ડનમાં ડ્રોન હુમલા દરમિયાન ત્રણ અમેરિકન સૈનિકોના મૃત્યુ પછી આવી છે. આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા, રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે ડ્રોન હુમલાનો જવાબ આપવાનું વચન આપ્યું હતું.મધ્ય પૂર્વમાં વધતી દુશ્મનાવટ વચ્ચે કહ્યું. “હવે […]

ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

નવી દિલ્હીઃ ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ફ્રાન્સે બશર અલ-અસદ પર સીરિયામાં નાગરિકો વિરુદ્ધ પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ, બે તપાસ ન્યાયાધીશોએ યુદ્ધ અપરાધોમાં સંડોવણી બદલ બશર અલ-અસદ, તેના ભાઈ મહેર અલ-અસદ અને અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સામે ચાર વોરંટ જારી કર્યા હતા. […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કર્યો

દિલ્હી: જ્યાં એક તરફ ઈઝરાયેલ ગાઝામાં હમાસના ટાર્ગેટને સતત નિશાન બનાવી રહ્યું છે તો બીજી તરફ અમેરિકાએ પણ હમાસના સહાનુભૂતિ ધરાવતા લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને પૂર્વ સીરિયામાં સ્થિત તેની સાથે જોડાયેલા જૂથો પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ સપ્તાહની શરૂઆતમાં […]

સીરિયા અને ઇરાકમાં હજુ પણ ઇસ્લામિક સ્ટેટના હજારો આતંકીઓ સક્રીયઃ UNના નિષ્ણાતો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ જૂથના સીરિયા અને ઇરાકમાં તેના ભૂતપૂર્વ ગઢમાં હજુ પણ 5,000 થી 7,000 સભ્યો છે, અને તેના લડવૈયાઓ આજે અફઘાનિસ્તાનમાં સૌથી ગંભીર આતંકવાદી ખતરો છે. આતંકવાદી જૂથ સામે પ્રતિબંધો પર દેખરેખ રાખતા નિષ્ણાતોએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, 2023 ના પ્રથમ છ મહિનામાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા […]

તૂર્કી અને સિરીયામાં ગોઝારા ભૂકંપથી 70 લાખથી વધારે બાળકો થયા અસરગ્રસ્ત

નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં હાલ જોરશોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. બંને દેશમાં અત્યાર સુધીમાં લગભગ 41 હજાર વ્યક્તિઓના અવસાન થયાં છે. ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશો બચાવ કામગીરીમાં જોડાયાં છે. દરમિયાન આ બંને દેશમાં ગોઝારા ભૂકંપથી લગભગ 70 લાખ બાળકોને અસર પડી છે. ભૂકંપમાં અનેક […]

ઓપરેશન દોસ્તઃ ભૂકંપગ્રસ્ત તૂર્કી અને સિરિયાને 6 હજાર ટન જેટલી કટોકટી રાહત સામગ્રી મોકલાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભૂકંપ પ્રભાવિત સીરિયા અને તુર્કીને માનવતાવાદી તબીબી સહાય મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં તુર્કી અને સીરિયાને કટોકટી રાહત સામગ્રી પ્રદાન કરવાના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પ્રયાસોને પ્રશંસા કરીને કહ્યું હતું કે “ભારત વસુધૈવ કુટુમ્બકમની વર્ષો જૂની પરંપરાની […]

ભૂકંપગ્રસ્ત તૂર્કી-સિરીયામાં ભારતે દવાઓ સહિત 108 ટનથી વધારે જરુરી સાધન સામગ્રી મોકલાવી

નવી દિલ્હીઃ તૂર્કિમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે સિરિયામાં પણ ભૂકંપની ભારે તબાહી સર્જાઈ છે. દુનિયાના અનેક દેશોએ બંને દેશોને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. જ્યારે ભારતે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તથા તબીબોની ટીમો જરુરી દવા અને અન્ય વસ્તુઓ સાથે તુર્કી પહોંચી છે. તેમજ હજુ વધારે […]

સીરિયાએ ભારતના જોરદાર વખાણ કર્યા,કહી આ વાત

દિલ્હી:સીરિયાના વિદેશ મંત્રી ડૉ. ફૈઝલ મેકદાદ પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા અને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે અનેક મહત્વપૂર્ણ બાબતો પર વાતચીત કરી.સીરિયાના વિદેશ મંત્રીએ તેમની ભારત મુલાકાત પર ભારતની પ્રશંસા કરી હતી.ડૉ. ફૈસલે કહ્યું કે,જ્યારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં વર્ષ 2013, 2014 અને 2015માં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા, ત્યારે ભારતીય દૂતાવાસ […]

સીરિયામાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં 13 જવાનોના મોત

સીરિયામાં આંતકીઓ દ્વારા હુમલો સેનાની બસ પર કર્યો હુમલો 13 જવાનોના થયા મોત દિલ્હી:સીરિયામાં સેનાની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો.આ હુમલામાં 13 જવાનોના મોત થયા હતા.તો મૃતકોમાં કેસ્લક અધિકારીઓ પણ સામેલ છે.સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે.અહેવાલ મુજબ,મધ્ય સીરિયાના પલમીરા ક્ષેત્રમાં થયેલ આ હુમલામાં 18 સૈનિકો ઘાયલ થયા છે અને આતંકવાદીઓએ હુમલામાં વિવિધ […]

ઈઝરાયલે સિરીયા પર કર્યો મિસાઈલ હુમલો – બે વિદેશી લડવૈયાના મોત, 6 સિરીયન સૈનિકો ઘાયલ

ઈઝરાયલે સિરીયા પર કર્યો હવાઈ હુમલો મિસાઈલ વડે કરેલા હુમલામાં 2 લડવૈયાઓના મોત આ હુમલામાં 6 સૈનિકો થયા ઘાયલ દિલ્હીઃ- ઈઝરા.યલ દ્વારા અવાર નવાર સિરીયા પર હુમલો કરવાની ઘટનાઓ અસ્તિત્વમાં આવતી રહેતી હોય છે ત્યારે ઈઝરાયલે ફરી એક વખત સીરિયા પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં બે વિદેશી લડવૈયાઓના મોત થયા છે. આ હુમલામાં છ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code