Site icon Revoi.in

જંબુસરમાં બેંકના બે કર્મચારી સંક્રમિત થતા કામગીરી સ્થગિત

Social Share

વડોદરા: સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન કોરોનાના કેસ વધતાં લોકો અને તંત્ર ચિંતામાં મુકાયા છે. ત્યાં હવે જંબુસરની એક બેંકની શાખામાં બે કર્મચારી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ થઈ ગયો છે. કર્મચારી કોરોના પોઝિટિવ આવતા હાલ બેંકની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જંબુસરમાં બે બેંકની કામગીરી એક બેંકમાં મર્જ કરી દેવામાં આવતા ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઇને કોવિડ-19 ની ગાઇડલાઇનનું પાલન થતું નથી અને સંક્રમણ ફેલાવવાની સંભાવના રહે છે.

જો કે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ એટલે વધી રહ્યા છે કે કેટલાક સ્થળો પર લોકો દ્વારા કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. કેટલાક લોકો દ્વારા નથી માસ્ક પહેરવામાં આવતું, અને નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું. જાણકારો દ્વારા કહેવામાં આવે છે કે કેટલાક લોકોની બેદરકારીને કારણે દેશમાં તથા શહેરોમાં કોરોનાવાયરસના કેસ વધી શકે છે.

જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી દેશમાં મોટાભાગના લોકો કોરોનાવાયરસ મહામારીને ગંભીરતાથી લેશે નહી ત્યાં સુધી દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થવાની સંભાવના ખુબ ઓછી છે. દેશમાં હવે ડેલ્ટાની સાથે સાથે ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે જેને લઈને લોકોએ અત્યારથી જ સતર્ક થવું પડશે