Site icon Revoi.in

સભ્યપદ પરત મળ્યા બાદ સંસદ પહોંચેલા રાહુલ ગાંધીનું વિપક્ષી સભ્યોએ કર્યું ભવ્ય સ્વાગત

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. દરમિયાન રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષોના સાંસદોએ તેમનું સ્વાગત કર્યું હતું. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પ્રમોદ તિવારી, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, શિવસેનાના સાંસદ સંજય રાઉત, આરએસપીના એન.કે.પ્રેમચંદન અને અન્ય વિપક્ષી સાંસદોએ સંસદ ભવનના પ્રવેશ દ્વાર ઉપર ગાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

વિપક્ષી સાંસદોએ રાહુલ ગાંધી સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ હૈ અને રાહુલ ગાંધી ઝીંદાબાદના નારા લાગ્યા હતા. માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. દરમિયાન એક સૂચનામાં, સચિવાલયે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને, ગાંધીની અયોગ્યતા અંગે 24 માર્ચના નોટિફિકેશનનો અમલ આગામી ન્યાયિક નિર્ણય સુધી રોકી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2019 માં મોદી અટક પરની તેમની ટિપ્પણીના સંબંધમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં ગાંધીને દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી, જેનાથી લોકસભાના સભ્ય તરીકે તેમના પુનઃસ્થાપનનો માર્ગ મોકળો થયો હતો.

જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે 4 ઑગસ્ટના રોજ ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટના જજે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા કોઈ કારણ આપ્યું નથી સિવાય કે તેમનો સંપર્ક કરવામાં આવે.