Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં આજથી તમામ શિક્ષણ સંસ્થાઓ,રોસ્ટોરન્ટ અને સિનેમા ઘરો પુરી ક્ષમતા સાથે ખોલવાના આદેશ જારી

Social Share

જમ્મુઃ-જમ્મુ-કાશ્મીરના લોકો આજરોજ સોમવારથી સામાન્ય જીવન ઘોરણ તરફ પાછા ફરવા જઈ રહ્યા છે. સેન્ટ્રલ ગાઇડલાઇન્સને પગલે જમ્મુ-કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા ગૃહો અને રેસ્ટોરન્ટ્સને સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવાના આદેશ જારી કર્યો છે. આ સાથે જ રમત સહિત અન્ય જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લાગૂ નહી કરાઈ.

જો કે બીજા પ્રગદેશોમાં જમ્મુ કાશ્મીરમાં હવાઈ, રેલ્વે અને અન્ય રાજ્યો તરફના માર્ગ દ્વારા પ્રવેશ અંગે કોરોના પરીક્ષણ કરવવું ફરજિત રાખ્યું છે, આંતર-રાજ્ય બસ સેવા શરુ કરવી અંગેનો નિર્ણય પણ કરવામાં આવ્યો નથી. આદેશ મુજબ રાજ્યના તમામ 20 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.

માત્ર જમ્મુ-કાશ્મીરના પ્રવેશ દ્રાર લખનપુરમાં 500 મીટરના વિસ્તારમાં અને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જવાહર ટનલના બંને છેડા, રેડ ઝોન કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. માતા વૈષ્ણો દેવીના ભક્તોની દૈનિક સંખ્યા 25 હજાર કરવામાં આવી છે. મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ રાજ્યમાં સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા પછી સૂચનાઓ જારી કર્યા છે.

જમ્મુ-કાશ્મીરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ સોમવારથી ખોલવા માટે સક્ષમ હશે પરંતુ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જિલ્લા નાયબ કમિશનર હવે સ્થાનિક રીતે લોકડાઉન જાહેર કરી શકશે નહીં. લોકડાઉન અંગેનો નિર્ણય ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરની રાજ્ય સમિતિની પરામર્શમાં જ લઈ શકાય છે. માર્ગ, રેલવે અને હવાઈ માર્ગે મુસાફરોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ફક્ત એન્ટિજેન પરીક્ષણ જ કરવું પડશે. જિલ્લા નાયબ કમિશનરોને દર અઠવાડિયે કોવિડ 19 ના કેસની સમીક્ષા કરવા અને ખાસ કરીને શાળાઓમાં નમૂના લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે.

સાહિન-