Site icon Revoi.in

ચીનના શાંઘાઈના યાંગપુ જિલ્લામાં સામૂહિક કોવિડ તપાસ માટેના આદેશો,લોકડાઉન લાગુ  

Social Share

દિલ્હી:ચીનમાં આ વખતે પણ કોરોના જોવા મળી રહ્યો છે.અહીં ત્રણ વર્ષ પહેલા વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ ફરી એકવાર સામે આવ્યો છે, ત્યારબાદ શહેરમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. એ જ રીતે, ચીનના વેપારી શહેર શાંઘાઈના વહીવટીતંત્રે શુક્રવારે તેના યાંગપુ જિલ્લામાં તમામ 13 લાખ લોકોને કોવિડ -19 માટે પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો. એવું પણ કહેવામાં આવ્યું છે કે,જ્યાં સુધી તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.

આવા જ આદેશો આ વર્ષે ઉનાળામાં પણ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ સમગ્ર શહેર બે મહિના માટે લોકડાઉન હેઠળ હતું. 2.5 કરોડની વસ્તી ધરાવતા આ શહેરની સ્થાનિક અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.માહિતી અનુસાર, છેલ્લા લોકડાઉનમાં, શહેરમાં ખાદ્યપદાર્થોની કટોકટી હતી અને લોકો અને અધિકારીઓ વચ્ચે ઘણી અથડામણ થઈ હતી.

ચીનના વુહાનથી ઉત્તર-પશ્ચિમના અનેક શહેરોમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવ્યા બાદ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઝીરો કોવિડ પોલિસીને કારણે અહીં એવા વિસ્તારોને પણ સીલ કરવામાં આવ્યા છે જ્યાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1000 થી વધુ નવા કેસ નોંધાયા છે.