અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખરજી હોલ ખાતે 20મી જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે જૈન કોન્ફરન્સ યોજાશે. આ પ્રસંગ્રે ચીફ ગેસ્ટ તરીકે જાણીતા ઈન્વેસ્ટમેન્ટ બેંકર શ્રી વલ્લભ ભણશાલી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગ્રે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરસ્પરોપગ્રહો જીવાનામ રાહુલ કપુર જૈન, જૈન ધર્મ દ્વારા સર્જનાત્મક સામાજીક અને પર્યાવરણીય ક્રાંતિ પર સજન શાહ, અનટોલ્ડ સ્ટોરીસ ફોર જૈન હિસ્ટ્રી પર શાનદાર શાંતિલાલજી, વન એક્ટ પ્લેય ડાયરેક્ટર મનોજ શાહ દ્વારા મૌત્રી ભાવનું પવિત્ર ઝરણુ રજુ કરશે. ક્લાસિકલ ગાયક કુમ્માર ચેટર્જી દ્વારા જૈન ધાર્મિક મ્યુઝીક દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થશે.
અમદાવાદમાં ત્રીજી ઈન્ટરનેશનલ જૈન કોન્ફરન્સનું આયોજન
