Site icon Revoi.in

રાજઘાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો પ્રકોપ – છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ શીતલહેરનો અનુભવ

Social Share

દિલ્હી-એનસીઆરમાં ઠંડીનું જોર વઘતું જોવા મળી રહ્યું છે અને આગામી કેટલાક દિવસો સુધી ઠંડીમામં રાહત મળે તેવા કોઈ અણસાર નથી, આ મામલે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી કેટલાક દિવસો સુધી સવારે ગાઢ ધુમ્મસનું પ્રમાણ જોવા મળશે, વર્ષ 2008 થી જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં સૌથી આ સાત દિવસો ‘કોલ્ડ વેવ’ દિવસ રહ્યા હતા. ત્યારે આ પહેલા વર્ષ 2008 માં, આવા 12 દિવસ જોવા ણળ્યા હતા કે જ્યારે સૌથા વઘુ શીત લહેર અનુભવાઈ હોય.

હનામાન વિભાગના ક્ષેત્રીય કેન્દ્રના પ્રમુખ કુલદિર શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે,વર્ષ 2020 અને 2019મા માત્ર એક જ દિવસ શીત લહેરનો દિવસ રહ્યો હતો ,જ્યારે વર્ષ 2013માં આ કોલ્ડ વેવ વાળા 6 દિવસો નોંધાયા હતા.

દિલ્હીમાં વિતેલા દિવસને રવિવારે લઘુત્તમ તાપમાનનો પારો 3.1 ડિગ્રી સપુધી નીચો પહોંચ્યો હતો. વિતેલા અઠલવાડિયે રવિવારનો ચોથો કોલ્ડ વેવ દિવસ નોંધાયો હતો. આ પહેલા મંગળવારે ગુરુવારે 2.1 અને 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શુક્રવારે ચાર ડીગ્રીનો પારો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે 1.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 15 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું તાપમાન હતું

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં હળવા ધુમ્મસની સંભાવના છે. સ્કાયમેટના જણાવ્યા મુજબ, પર્વતીય રાજ્યોમાંથી ઉદ્ભવતા પશ્ચિમી ખલેલને કારણે હવામાનમાં પરિવર્તન આવશે. આ ખલેલની અસર મેદાની વિસ્તારો પર પણ જોવા મળશે જ્યાં હળવા વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યે પ્રમાણે, રવિવારે દિલ્હીની સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 289 નોંધાયું હતું. તે જ સમયે, ગાઝિયાબાદમાં 394 અંક સાથે સૌથી વધુ દમઘૂંટાય તેવું નોંધાયું.

સાહિન-