Site icon Revoi.in

પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર 4 કલાકમાં 26 ટકાથી વધારે મતદાન, મતદાન મથકો ઉપર લાંબી લાઈનો

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 21 રાજ્યોની લગભગ 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પ્રથમ ચાર કલાકમાં સરેરાશ 26 ટકા જેટલું મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધારે 34 ટકા જેટલુ મતદાન થયું છે. અનેક મતદાન મથકો ઉપર સવારથી મતદાન લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ચૂંટણીપંચ દ્વારા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. બીજી તરફ મતદારોને કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવી વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં તામિલનાડુની તમામ 39 બેઠકો માટે 19 એપ્રિલે મતદાન સમાપ્ત થશે. ઉત્તરાખંડની 5 લોકસભા બેઠકો, મેઘાલયની 2 લોકસભા બેઠકો, અરુણાચલ પ્રદેશની 2 લોકસભા બેઠકો, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરીની 1-1 લોકસભા બેઠક પર પણ પ્રથમ તબક્કામાં મતદાનચાલી રહ્યું છે. દરમિયાન પ્રથમ ચાર કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં 22.60 ટકા, ઉત્તરાખંડમાં 24.83 ટકા, ઉત્તરપ્રદેશમાં 25.20 ટકા, રાજસ્થાનમાં 22.51 ટકા, બિહારમાં 20.42 ટકા, મધ્યપ્રદેશમાં 30.46 ટકા, મહારાષ્ટ્રમાં 19.17 ટકા અને છત્તીસગઢમાં 28.12 ટકા મતદાન થયું છે.

આવી જ રીતે સિક્કિમમાં 21.20 ટકા, અરૂણાચલમાં 18.74 ટકા, ત્રિપુરામાં 34.54 ટકા, મણિપુરમાં 28.12, મેઘાલયમાં 31.65 ટકા, મિઝોરમમાં 26.56 ટકા, નાગાલેંડમાં 22.82 ટકા, અસમમાં 27.22 ટકા, પશ્ચિમ બંગાળમાં 33.56 ટકા, પોંડીચેરીમાં 28.10 ટકા, લક્ષદ્રીપમાં 16.33 ટકા, તમિલનાડુમાં 23.72 ટકા અને અંડમાન નિકોબારમાં 21.82 ટકા જેટલુ મતદાન થયું છે.