Site icon Revoi.in

SCમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ,60 લાખ કેસ દેશભરની હાઈકોર્ટમાં સુનાવણીની રાહમાં   

Social Share

દિલ્હી:કેન્દ્ર સરકારે ગુરુવારે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે.

કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સુપ્રીમ કોર્ટની વેબસાઈટની વિગતોને ટાંકીને તેમણે કહ્યું કે 1 ફેબ્રુઆરી સુધી સર્વોચ્ચ અદાલતમાં 69,511 કેસ પેન્ડિંગ હતા.

તેમણે કહ્યું કે,ફેબ્રુઆરી, 2023 સુધીમાં નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDG) પર ઉપલબ્ધ માહિતી મુજબ, દેશભરની હાઈકોર્ટમાં 59,87,477 કેસ પેન્ડિંગ છે.સિક્કિમ હાઈકોર્ટમાં સૌથી ઓછા કેસ 171 છે. રિજિજુએ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર દ્વારા કેસોના ઝડપી નિકાલના ઉદ્દેશ્યથી “શ્રેષ્ઠ વાતાવરણ” પ્રદાન કરવા માટે સરકારે ઘણી પહેલ કરી છે.