Site icon Revoi.in

તાપીમાં પદમડુંગરી ઈકો-ટુરિઝમ સેન્ટરઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફી ઝોન બનાવાશે

Social Share

સુરતઃ તાપી જિલ્લામાં સ્થિત પદમડુંગરી ઇકો-ટુરિઝમ સેન્ટરે ઇકો-ટુરિઝમ સાઇટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.પર્યાવરણ બચાવવા અંબિકા નદીના પાણીને શુદ્ધ કરી બોટલિંગનો પ્લાન્ટ કાર્યરત કરાયો છે અને ત્યાં આવતા પ્રવાસીઓને હાલ પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં પાણી આપવામાં આવી રહ્યું છે.

કેમ્પસાઈટ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને ખૂબ જ ગંભીરતાથી લે છે અને ખાતરી કરે છે કે આવી કોઈ વસ્તુ પરિસરમાં પ્રવેશે નહીં. આ બોટલ માટે બોટલિંગ પ્લાન્ટ પ્રવાસન કેન્દ્રમાં જ ઉભો કરવામાં આવ્યો છે કેમ્પસાઇટ અંબિકા નદીના કિનારે આવેલું છે. પાણીને સીધું નદીમાંથી પમ્પ કરવામાં આવે છે અને કટીંગ એજ ટેકનોલોજીથી શુદ્ધ થાય છે. પાણીને પહેલાથી પણ વધુ ફાયદાકારક બનાવવા માટે શુદ્ધ પાણીમાં તુલસી, ફુદીનો, આદુ અને વરિયાળી જેવા હર્બલ અર્કની થોડી માત્રામાં લગાવવામાં આવે છે. દરેક કાચની બોટલમાં એક અનોખો QR કોડ છાપવામાં આવે છે જે મશીનને બોટલ ક્યારે ભરવીતે જણાવે છે. મશીન ફક્ત ત્યારે જ બોટલ ભરે છે જ્યારે સંબંધિત QR કોડ સૂચવે છે કે બોટલને યોગ્ય રીતે સાફ અને વંધ્યીકૃત કરવામાં આવી છે.પેક કરેલા પાણીને પછી નાના પેપર સ્ટીકરથી સીલ કરવામાં આવે છે.