Site icon Revoi.in

પાક. મરીન સિક્યુરિટીએ ભારતીય બોટ સહિત 6 માછીમારનું કર્યું અપહરણ

Social Share

અમદાવાદઃ  પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ વધુ એક વખત નાપાક હરકત કરી છે. ભારતીય જળસીમા નજીકથી પોરબંદરની એક બોટ અને 6 માછીમારો ના અપહરણ કર્યા છે. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે.   ભારતીય જળસીમાં નજીકથી પોરબંદરની 1 બોટ અને 6 માછીમારનું અપહરણ કર્યું હતું.

આ અંગે માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારી એ જણાવ્યું હતું કે, ભારતીય જળસીમા નજીક બોટો ફિશિંગ કરી રહી હતી તે દરમ્યાન એકાએક પાક મરીન સિક્યુરીટીની શીપ ત્યાં ઘસી આવી હતી અને પાક મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પોરબંદરની એક બોટ અને તેમાં સવાર 6 જેટલા ખલાસીઓના અપહરણ કરી લીધા હતા અને તમામને કરાચી તરફ લઇ જવામાં આવ્યા હતા.. જો કે હજુ સુધી બોટ કે ખલાસી ના નામ જાણી શકાયા નથી. ભારતીય જળસીમાં નજીક ભારતીય બોટ અને માછીમારના પાક મરીન સિક્યુરિટી દ્વારા વધુ એક નાપાક કૃત્ય સામે આવતા માછીમારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.