Site icon Revoi.in

પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે ઝેર ઓકનાર બિલાવલની પાર્ટીએ હિન્દુ મહિલાને ચૂંટણી મેદાનમાં ઉતારી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાવનારી સામાન્ય ચુંટણીમાં પહેલી વખત કોઈ હિંન્દુ મહિલાએ ઉમેદવારી કરી છે. સવેરા પ્રકાશ નામની હિન્દુ મહિલા ખૈબર પખ્તૂનખ્વાના બુનેર જિલ્લાથી છે. આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવનારી 16મી નેશનલ અસેમ્બલીની ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. પાકિસ્તાનમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરુ કર્યું છે. એવામાં એક હિંન્દુ મહિલાએ ફેબ્રુઆરીમાં યોજાવનારી ચુંટણીમાં નામાંકન દાખલ કર્યું છે. જે ચર્ચામાં છે.
પાકિસ્તાનમાં 16મી નેશનલ અસેમ્બલીના સદસ્યોંની ચુંટણી માટે 8 ફેબ્રુઆરી, 2024એ સામાન્ય ચુંટણી યાજાવવાની છે. સવેરા પ્રકાશએ ખૈબર પખ્તૂનખ્વાના બુનેર જીલ્લામાં પાકે-25ની સામાન્ય સીટ માટે સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું છે.
પાકિસ્તાની હિન્દુ મહિલા સવેરા પ્રકાશએ એબોટ્ટાબાદ ઈનેટર નેશનલ મેડિકલ કોલેજથી 2022 માં સ્નાતક થયા હતા. તેઓ પાકિસ્તાન જનતા પાર્ટી(PPP) મહિલા વિંગના મહાસચિવ તરીકે કાર્યરત છે. સવેરા પ્રકાશે મહિલા વિંગના મહાસચિવના રૂપે કામ કરતા સમુદાય માટે ઘણા કામ કર્યા છે.
હિંન્દુ સમુદાસની સદસ્ય સવેરા પ્રકાશ પોતાના પિતાના પગલે ચાલતા પાકિસ્તાન જનતાપાર્ટી (PPP)ના ટીકિટ પર ચુંટણી લડવાની તૈયારીમાં છે. સવેરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જે રિટાયર ડોક્ટર છે. પાકિસ્તાનમાં પાકિસ્તાન જનતા પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો જરદારી છે. તેઓ પાકિસ્તાનની પૂર્વ સરકારનો પણ એક ભાગ છે. તેમની જ પીર્ટીના હિંન્દુ મહિલા સવેરા પ્રકાશે ઉમેદવાર પત્ર ભર્યું છે. બિલાવલ ભુટ્ટો એ જ માણસ છે, જેને કાશ્મીર અને ભારતને લઈને ઘણી વખત ઝેરી નિવેદનો આપ્યા છે.