Site icon Revoi.in

ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ હેક કર્યાનો પાકિસ્તાન-ચીનનો પાયાવિહોણો આક્ષેપ

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને ચીની હેકર્સનો ઉપદ્રવ વધ્યો છે અને અવાર-નવાર સરકારી વેબસાઈડને હેક કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન ભારત સમર્થિત હેકર્સોએ 15000 ટોપ સિક્રેટ ફાઈલ્સ કરી હેક કરી હોવાનો પાકિસ્તાન-ચીનને પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો.

પાકિસ્તાન અને ચીનનો દાવો છે કે, ભારતના મિત્ર હેકર્સે અમારી સાઈબર સ્પેસમાં ઘૂસીને જાસૂસી કરી છે. લગભગ 15000 એવી ફાઈલો હેક કરી છે જેમાં સંરક્ષણને લગતી સંવેદનશીલ જાણકારી હતી. આ જ પ્રકારની ઘટના માર્ચ મહિનામાં પણ બની હતી. તે વખતે હેકર્સ પાક નેવીની જાણકારી ચોરી ગયા હતા.

પાકિસ્તાન અને ચીનના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતમાં હેકિંગની ઘટનાનો ઉલ્લેખ છે. તેમાં કહેવાયુ હતુ કે, આ હેકર્સ ભારતમાં જ છે અને એક પછી એક હુમલો કરી રહ્યા છે. ગયા વર્ષે આવા જ સાઈબર એટેકમાં ચીનની મિલટરી સંસ્થાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી.

ચીન અને પાકિસ્તાન છાશવારે આ પ્રકારના સાઈબર એટેક ભારત પર કરતા હોય છે. ઓક્ટોબર 2020માં આ જ રીતે થયેલા સાઈબર એટેકના કારણે મુંબઈમાં મોટા પાયે વીજ સંકટ ઉભુ થયુ હતુ. જોકે ચીને તેની જવાબદારી લેવાનો ઈનકાર કર્યો હતો.

(PHOTO-FILE)