Site icon Revoi.in

પાકિસ્તાનના કોચ મોહમ્મદ હાફિઝએ ICCને આપી વિચિત્ર સલાહ, પોતાની ટીમની પોલ ખોલી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીમને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા દ્વારા ઘર આંગણે ત્રણ મેચોની ટેસ્ટ સારીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ કરવામાં આવ્યું છે. આ વચ્ચે ટેસ્ટ ક્રિકેટને બચાવવાને લઈ ચર્ચા થઈ હતી. આ મામલામાં હવે પાકિસ્તાન ટીમના કોચ અને ડાયરેક્ટર મોહમ્મદ હાફિઝની એન્ટ્રી થઈ છે.

હાફિઝએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને ટેસ્ટ ક્રિકેટ બચાવવાની અપીલ કરી છે. દરમિયાન તેમણે પોતાની ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પોલ પણ ખોલી દીધી હતી. હફિઝે કહ્યું કે આઈસીસી બધા બોર્ડને અલગ-અલગ ફી આપે છે. તેના કારણે ગરીબ દેશના પ્લેયર ટી20 લીગ રમવામાં વધારે ધ્યાન આપે છે. આ જ કારણ છે કે ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ રહી છે. પોતાના આ નિવેદનમાં તેમણે પીસીબીની આર્થીક તંગી છતી કરી છે. તેમ જ આડકતરી રીતે કહેવામાં આવ્યું કે તેમના ખેલાડીઓ બાકીની ટી20 લીગ રમવા પર વધારે ધ્યાન આપે છે.

હાફિઝે કહ્યું કે, ‘ટેસ્ટ ક્રિકેટને બચાવવા મારી એક સલાહ છે. ICC જે રીતે ટી20 લીગ્સ કે ગેમ્સને આગળ વધારવા માટે NOC આપે છે. તેવી જ રીતે ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે, તેઓએ તમામ ક્રિકેટ બોર્ડ માટે પ્રમાણભૂત મેચ ફી સાથે આવવું જોઈએ. આ સાથે દરેક દેશના ખેલાડીઓને સમાન ફી મળશે.’
પાકિસ્તાનના પ્લેયર હફિઝએ કહ્યું કે, ‘ઘણા દેશો પાસે સારી વ્યવસ્થાઓ છે અને તે પોતાના ખેલાડીઓનું સારી રીતે ધ્યાન રાખે છે, પણ ઘણા દેશ એવા પણ હોય છે જેમની જોડે સંસાધન કે પૈસા નથી હોતા. આ કારણે જ તેમના ખેલાડીઓ ટી20 લીગમાં વધારે રમે છે. આ કારણે ટેસ્ટ ક્રિકેટમાં એક સ્ટેડર્ડ મેચ ફી હોવી જોઈએ.’