Site icon Revoi.in

આતંકવાદનું સમર્થક પાકિસ્તાન, મુંબઈ હુમલાના પીડિતોને ન્યાય અપાવવા માંગતુ નથી!

Social Share

દિલ્હીઃ મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાને આજે 13 વર્ષ પૂરા થયાં છે. આ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓની સંડોવણી હોવાના ભાજપ દ્વારા પુરાવાઓ પાકિસ્તાનને આપવામાં આવ્યાં છે. આતંકવાદ સામે લડવાની મોટી મોટી વાતો કરનારુ પાકિસ્તાન ભારતે પુરા પાડેલા પુરાવાને નજર અંદાજ કરીને મુંબઈમાં હુમલામાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને ન્યાય અપાવવા માંગતુ ના હોય તેમ લાગી રહ્યું છે.

મુંબઈમાં 26મી નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં ત્રાસવાદીઓએ એક-બે નહીં પરંતુ ચાર દિવસ સુધી સમગ્ર મુંબઈને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો ઉભા થયાં હતા. જો કે, ભારતીય સુરક્ષા જવાનોએ 9 આતંકવાદીઓને ઠાર મારીને અજમલ કસાબને જીવતો ઝડપી લીધો હતો.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગત 26મી નવેમ્બર 2008માં થયેલા આતંકવાદી હુમલાને આજે 13 વર્ષ પૂર્ણ થયાં છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ 10 લોકોએ મુંબઈની તાજ હોટલ ઉપર હુમલો કર્યો હતો ચાર દિવસમાં આતંકવાદીઓએ 12 સ્થળો ઉપર હુમલાને અંજામ આપ્યો હતો. નરીમન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો ઉપર હુમલો કરીને 166 નિર્દોષ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યાં હતા. આજે આ ઘટનાને 13 વર્ષ પૂરા થવા છતા તેને યાદ કરીને લોકોની આંખો સામે આતંકવાદી હુમલાના દ્રશ્યો આવી જાય છે.

આ આતંકવાદી હુમલાને 26/11ના નામથી યાદ કરવામાં આવે છે. આ હુમલા બાદ જ કેન્દ્ર સરકારે પોતાના આતંકવાદ વિરોધી અભિયાનોના ગંભીરતાથી લીધી હતી. તેમજ પડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને ફરીથી વિચારણા કરવા મજબુર કર્યાં હતા.

મુંબઈમાં હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ અજમલ કલાબ નામના એક આતંકવાદીને ઝડપી લીધો હતો. જેની ધરપકડ બાદ જ સમગ્ર ઘટનાને પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાન આર્મીની સંડોવણી સામે આવી હતી. એટલું જ નહીં કસાબ અને અન્ય હુમલાખોરો પાકિસ્તાનના હોવાની સાથે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ જ તેમને માર્ગદર્શન આપતા હોવાનું ખુલ્યું હતું. હુમલાના દસ વર્ષ પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સંકેત આપ્યો હતો કે, 2008 મુંબઈ હુમલામાં ઈસ્લામાબાદે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકવાદી હુમલા અંગે ભારતે તમામ પુરાવા આપવા છતા પણ મુંબઈ હુમલાના પીડિતોને ન્યાય આપવામાં પાકિસ્તાને ઈમાનદારી નિભાવી નથી. આ હુમલામાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ મનાતો હાફિઝ સઈદ હજુ પણ પાકિસ્તાનમાં છે. એટલું જ નહીં તેની સામે કોઈ પણ આકરી કાર્યવાહી કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રેસના નેતા મનિષ તિવારીના પુસ્તકમાં મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં આ હુમલા બાદ તત્કાલિન યુપીએની કેન્દ્ર સરકારે યોગ્ય કાર્યવાહી ના કરી હોવાની ટિપ્પણી કરી હતી.