Site icon Revoi.in

ભારત કરતા પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ વધારે, અમેરિકા પાસે 1800 એક્ટિવ પરમાણુ હથિયાર

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો અમુબોંબથી સજ્જ છે. ભારત પાસે 160 જેટલા અણુબોમ્બ છે. અમેરિકા પાસે સૌથી વધારે 1800 એક્ટિવ પરમાણુ હથિયારો છે. રશિયા પાસે 1600 જેટલા એક્ટિવ પરમાણુ હથિયાર છે. જ્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાન પાસે ભારત કરવા વધારે પરમાણુ બોમ્બ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન પાસે 165 જેટલા બોમ્બ છે.

દુનિયાભરના દેશો પાસે રહેલા પરમાણુ હથિયારો પર નજર રાખતી સંસ્થા ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટે એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ અનુસાર દુનિયાના ચાર દેશ એવા છે જેમની પાસે હુમલા માટે પરમાણુ હથિયાર તૈયાર છે. અમેરિકા પાસે 1800 જેટલા એક્ટિવ પરમાણુ હથિયારો છે. અમેરિકાએ તેના 1800 અણુ હથિયારોનને બેલેસ્ટિક મિસાઇલોમાં લગાવીને અલગ અલગ જગ્યાએ ગોઠવીને રાખ્યા છે. આ ઉપરાંત રશિયા પાસે 1600 એક્ટિવ હથિયાર છે. આ ઉપરાંત ફ્રાન્સ અને બ્રિટન પાસે પણ મોટી સંખ્યામાં પરમાણુ હથિયાર છે.

અમેરિકા પાસે કુલ પરમાણુ હથિયારોની સંખ્યા 5550 છે જેમાંથી 3800 સ્ટૉકપીસમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત,1750 એવા હથિયારો છે જે ઉંમર પૂરી થતા નિષ્ક્રિય અવસ્થામાં છે. રશિયાની પાસે જે 1600 હથિયારો છે તેમાં એક્ટિવ અને સ્ટોકમાં રાખવામાં આવેલા હથિયારોને મિલાવી દઇએ તો આ સંખ્યા 4497 સુધી પહોંચી જાય છે. નિષ્ક્રિય અણુબોંબની સાથે રશિયાની પાસે કુલ હથિયારોની સંખ્યા 6257 છે.