Site icon Revoi.in

સલામત નથી પાકિસ્તાન,ટોળાએ શ્રીલંકાના નાગરિકને જીવતો સળગાવી દીધો

Social Share

દિલ્હી :પાકિસ્તાનમાં સલામતીના નામે કોઈ મોટા પગલા લેવામાં આવતા નથી તે વાતથી તો દુનિયાના મોટાભાગના દેશો જાણકાર હશે. અવાર નવાર વિદેશી નાગરિકો પર હુમલા કરવા તે પાકિસ્તાનની આદત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, આવામાં ફરીવાર એવી ઘટના બની છે કે,જેમાં પાકિસ્તાનની લોકલ પબ્લિકના ટોળાએ એક શ્રીલંકાના નાગરિકને જીવતો સળગાવીને મારી નાખ્યો છે.

બગડતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળને વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે. આ ઘટના સિયાલકોટના વજીરાબાદ રોડ પર બની હતી, જ્યાં કથિત રીતે ખાનગી ફેક્ટરીઓના કામદારોએ ફેક્ટરીના એક્સપોર્ટ મેનેજર પર હુમલો કર્યો હતો, તેની હત્યા કરીને તેનું શરીર સળગાવી દીધું.

જાણકારી અનુસાર સિયાલકોટ જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રિયંતા કુમારા તરીકે ઓળખાયેલ વ્યક્તિ શ્રીલંકન નાગરિક હતો. તેના પર પયંગમ્બર સાહેબની નિંદા કરવાનો આરોપ હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ફેલાયો, જેમાં સેંકડો પુરુષો અને યુવાનો ઘટનાસ્થળ પર દેખાઈ રહ્યા છે. વીડિયોમાં આ લોકો ધાર્મિક કટ્ટરતાના નારા લગાવતા પણ સંભળાય છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તે બાદ 2010માં સિયાલકોટમાં આવી જ એક ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો, જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ બે ભાઈઓને ડાકુ જાહેર કરીને પોલીસની હાજરીમાં જ તેમને ઢોર માર મારીને હત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ગભરાટ ફેલાવ્યો હતો કારણ કે જઘન્ય હત્યાના ફૂટેજ વીડિયો-શેરિંગ સાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યા હતા.