Site icon Revoi.in

દુનિયાના સૌથી પ્રદુષિત દેશોમાં પાકિસ્તાનનો બીજો નંબર

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેથી પ્રદુષણ ઓછુ થાય તે દિશામાં કામગીરી કરવામં આવી રહી છે. જો કે, સમગ્ર વિશ્વમાં સૌથી પ્રદુષિત શહેરોમાં ભારતનો પડોશી દેશ પાકિસ્તાન બીજા ક્રમ ઉપર છે. આઈક્યુએર ગ્લોબલ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ને વિશ્વનો બીજો સૌથી પ્રદૂષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે.

વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની હવામાં ગુણવત્તા નો રિપોર્ટ ભૂતકાળમાં પણ ગણો નબળો રહ્યો છે. પાકિસ્તાનના મોટા શહેરોમાં ધુમાડા, ઝાકળ અને દુષિત હવાને કારણે ગુણવત્તા બગડી છે. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. જે હવા ગુણવત્તાની સૂચિ માં 110 માં સ્થાન પર છે. સૌથી પ્રદૂષિત શહેર લાહોર છે. આ સાથે, વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની સૂચિમાં લાહોર 18 મા ક્રમે છે. તેનો વાયુ ગુણવત્તા સૂચકાંક 163 છે.

આઇક્યુએર રિપોર્ટમાં અનુસાર હવાના પ્રદૂષણના નકારાત્મક પ્રભાવોને કારણે 20 ટકા લોકો મરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે 7 થી 33 ટકા મૃત્યુ હવાના પ્રદૂષણને કારણે થયા છે. તેને માનવ સર્જિત વાયુ પ્રદૂષણ થી નિયંત્રિત કરીને રોકી શકાય છે.