Site icon Revoi.in

કુલભૂષણ જાધવને બીજી વખત કૉન્સુલર એક્સેસ આપવાનો પાકિસ્તાનનો ઈન્કાર

Social Share

જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ

ભારતીય નાગરિક છે કુલભૂષણ જાધવ

પાકિસ્તાને કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ આપવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલે કહ્યુ છે કે કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ મળશે નહીં.

ભારતીય નાગરીક અને ભૂતપૂર્વ નૌસૈન્ય અધિકારી જાધવને આતંકવાદ, જાસૂસી અને ગડબડ કરવાના આરોપમાં 2016થી પાકિસ્તાને જેલમાં બંધ કર્યો છે. 2017માં પાકિસ્તાનની કાંગારુ કોર્ટ તરીકે ઓળખાતી મિલિટ્રી કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી.

ભારતનું કહેવું છે કે જાધવને ઈરાનથી કિડનેપ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનમાં તેની હાજરી ક્યારેય પુરાવાની સાથે દર્શાવવામાં આવી નથી. હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશ બાદ તાજેતરમાં ભારતના નાયબ હાઈકમિશનર ગૌરવ અહલુવાલિયા અને જાધવ વચ્ચે મુલાકાત યોજાઈ હતી.