Site icon Revoi.in

પાકિસ્તાનઃ કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો કમાલુદ્દીન ભેદી સંજોગોમાં ગુમ, અપહરણની આશંકા

Social Share

નવી દિલ્હીઃ ભારતના કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદના દીકરા કલામુદ્દીન સઈદનું અપહરણ થયાનું જાણવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાલુદ્દીનને કારમાં આવેલા શખ્સો ઉઠાવી ગયા હતા. કમાલુદ્દીનના અપહરણની પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જો કે, અપહરણની ઘટનાને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નથી.

વિદેશી મીડિયાએ સોશિયલ મીડિયા ઉપર દાવો કર્યો છે કે, હાફિઝ સઈદનો દીકરો કમાલુદ્દીન સઈદ ગાયબ થયો છે. કમાલુદ્દીનનું પેશાવરથી અપહરણ થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આઈએસઆઈ સહિતની એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, પરંતુ મોડે સુધી કોઈ પત્તો લાગ્યો નઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વોન્ટેડ આતંકવાદીઓની હત્યા થઈ રહી છે. જેમાં ખાલિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે પણ હાફિઝના ઘર નજીક પાસે બ્લાસ્ટ થયો હતો. જે તે વખતે પાકિસ્તાની એજન્સીઓએ દાવો કર્યો હતો કે, હાફિઝને મારવાની કોશિશ કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, માનવતાના દુશ્મન મનાતા આતંકવાદીઓ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યાં છે, હાફિઝ સહિતના અનેક આતંવાદીઓ સામે ભારતે પાકિસ્તાનને પુરાવા આપ્યાં હતા. દુનિયાના અનેક દેશોએ આ આતંકવાદીઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારતે આતંકવાદીઓને લઈને યુએન સહિતના વિવિધ મંચ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં દુનિયાના તમામ દેશોને આતંકવાદ સામે સાથે મળીને લડવા માટે સતત વિનંતી કરવામાં આવી છે.