Site icon Revoi.in

82ની ઉંમરે પણ લગ્ન કરી લો: પાકિસ્તાનના પીએમ કાકરની પાકિસ્તાનીઓને સલાહ!

Social Share

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં ફેબ્રુઆરીથી લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેના માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલ પાકિસ્તાનની બાગડોર અનવર ઉલ હક કાકરે સંભાળેલી છે. તેઓ પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી છે. તેમનો એક વીડિયો સોશયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પાકિસ્તાની પીએમની વિચિત્ર સલાહની મજાક ઉડાવી રહ્યા છે.

 

તાજેતરમાં પારિવારીક અને સામાજીક જીવનની સ્થિતિઓનો સામનો કરવા માટે પાકિસ્તાની પીએમ કાકરે કેટલાક સૂચનો કર્યા છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે  52 વર્ષની વયે પ્રેમ થઈ ગયો છે, શું કરવું જોઈએ, તેના જવાબમાં કાકરે કહ્યુ હતુ કે જો તમને 82 વર્ષની વયે પણ પ્રેમ થાય તો લગ્ન કરી લો. ઘણાં લોકોને તેમની સલાહ હજમ થઈ રહી નથી.

પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવર ઉલ હક કાકરની સલાહ લોકોની રોજબરોજની સ્થિતિઓનો સામનો કરવાના સવાલોના જવાબ આપતા સમયે આવી છે. નવા વર્ષના પ્રસંગે પાકિસ્તાનના કાર્યવાહક પીએમ કાકર લોકોની સામે સોશયલ મીડિયા દ્વારા રૂબરૂ થયા. તેમને લોકોએ ઘણાં સવાલો પુછયા અને તેમણે પ બેબાકીથી આ સવાલોના જવાબ આપ્યા હતા.

પીએમ કાકરને પુછવામાં આવ્યું કે શું 52 વર્ષીય વ્યક્તિ પોતાની પસંદની મહિલા સાથે લગ્ન કરી શકે,તેના જવાબમાં તેમણે કહ્યુ કે બેશક, ભલે તમે 82 વર્ષના હો, લગ્ન જરૂર કરવા જોઈએ. એક અન્ય વ્યક્તિએ પુછયું કે જો સાસુ પાગલ થઈ જાય તો તેમણે શું કરવું જોઈએ? તેના જવાબમાં પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી કાકરે કહ્યુ કે ક્રાઈસિસ મેનેજમેન્ટના કોર્સ માટે જવું પડશે.

પાકિસ્તાનના પીએમને સવાલ કરાયો કે જો કોઈ કોઈને ઈમ્પ્રેસ કરવા માંગે છે અને તેમની પાસે નાણાં નથી, તો તેમણે શું કરવું જોઈએ? આ સવાલનો જવાબ આપતા કાકરે કહ્યુ છે કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈને પ્રભાવિત કરવાની કોશિશ નથી, પરંતુ તે હંમેશા ઘણા અન્ય લોકોથી પ્રભાવિત થયા છે. એક અન્યએ સવાલ કર્યો છે કે વિદેશમાં સારી નોકરી મેળવવા અને પોતાના પ્રેમને છોડવાની દુવિધા છે. આ સવાલના જવાબમાં કાકરે કહ્યુ છે કે મને લાગે છે કે તમને પ્રેમ સંયોગથી મળે છે અને નોકરી તમારી ક્ષમતા મુજબ મળે છે. તમને તમારી ક્ષમતાને અનુરૂપ નોકરી મેળવવાનો મોકો મળશે. મોકો ચુકશો નહીં.