Site icon Revoi.in

ન્યૂયોર્કમાં યુએનની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના પીએમ બોરિસ જોનસન સાથે ઈમરાને ગાયું કાશ્મીરનું ‘ગાણું’

Social Share

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની વચ્ચે કાશ્મીર મામલા પર વાતચીત કરી હોવાની શક્યતા છે. ઈમરાને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે બોરિસ જોનસન સાથેની મુલાકાતમાં વાતચીત કરી હોવાની સંભાવના છે.

પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન પ્રમાણે, ઈમરાનખાન કાશ્મીરના મુદ્દાને આખી દુનિયાની સામે રજૂ કરવાની તૈયારીમાં છે.

જો કે પાકિસ્તાનને આ મામલે ઘણાં દેશો સામે પહેલા રજૂ કરી હતી. પરંતુ તેને ક્યાંયથી સમર્થન પ્રાપ્ત થયું નથી. તમામ દેશોનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન પોતાન સ્તર પર સાથે મળીને તેનો ઉકેલ લાવે.