Site icon Revoi.in

પંજાબમાં પાકિસ્તાન મોટા આતંકવાદી હુમલા કરાવે તેવો ખતરો, ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ

Social Share

દિલ્હીઃ પંજાબમાં પાકિસ્તાન સરહદ પાસે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી હથિયારો પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. બીજી તરફ પંજાબમાં ખાલિસ્તાની ફરીથી સક્રીય થયા હોવાનું અને આતંકવાદીઓના સંપર્કમાં હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પંજાબમાં મોટા પાયે આતંકવાદી હુમલો કરાવે તેવી શકયતા ગુપ્તચર એજન્સીએ વ્યક્ત કરી છે. જેથી પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

ગુપ્તચર એજન્સીઓ દ્રારા એક રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો હતો જેમાં એવો ઉલ્લેખ છે કે ગમે ત્યારે આઈએસઆઈ પંજાબના કોઈપણ ભાગમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પાકિસ્તાનના ડ્રોન દ્રારા ભારતીય સરહદમાં ઘુસી જવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને તેને જવાનોએ નાકામ બનાવી દીધા હતા. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આતંકી હુમલા કાવતરાના ભાગપે ખાલિસ્તાની મોડુલના કેટલાક લોકો સીમા પર પહોંચેલા હથિયારોને વ્યવસ્થિત ઠેકાણા પર ગોઠવી દેવાના પ્રયાસમાં છે. જો કે પોલીસ અને બીએસએફના જવાનોની સતર્કતાને કારણે અત્યાર સુધી આતંકવાદીઓ નિષ્ફળ રહ્યા છે. પંજાબમાં અનેક વિસ્તારોમાં ઉચ્ચ ઓપરેશન પણ ચાલી રહ્યા છે અને કયાંય કોઈ આતંકવાદીઓ છૂપાવેશે રહેતા હોય તો તેમને પકડી પાડવા માટે જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્ચર એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેન્દ્ર સરકારને આ માહિતી મોકલવામાં આવી છે.