Site icon Revoi.in

પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ, BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યું

Social Share

ચંડીગઢ:બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા પંજાબમાં પ્રવેશતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે,ડ્રોન પાકિસ્તાની સરહદમાં પડી ગયું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર, BSF જવાનોએ મંગળવારે રાત્રે 7.20 વાગ્યે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાન રેન્જર્સ તેને પોતાની સાથે લઈ ગયા હતા.તેણે જણાવ્યું કે આ ઘટના અમૃતસરમાં ડાઓકે પોલીસ ચોકી પાસે બની હતી.

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે,જ્યારે બુધવારે સવારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે ડ્રોન ભારતીય સરહદ ચોકી ભરોપાલમાં પાકિસ્તાન સરહદની અંદર 20 મીટર અંદર પડ્યું હોવાનું જણાયું હતું.પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડ્રોન વિરોધી પગલાં લેવામાં આવ્યા પછી, તે (ડ્રોન) થોડી મિનિટો માટે આકાશમાં ઉડ્યું અને પછી પાછા ફરતી વખતે જમીન પર પડી ગયું.ડ્રોન દ્વારા ભારતીય બાજુએ કંઈપણ છોડવામાં આવ્યું હતું કે,કેમ તે જાણવા માટે તપાસ ચાલુ છે. . છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, બુધવારે એટલે કે આજે સવારે ભારતીય સરહદ ચોકી ભરોપાલની અંદર જે ડ્રોન છોડવામાં આવ્યું હતું તેની પાછળ પાકિસ્તાનનું મોટું ષડયંત્ર હોઈ શકે છે.જો કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પહેલા પણ પંજાબ પોલીસે બોર્ડર પર ડ્રોન દ્વારા હથિયારોની દાણચોરીના મોડ્યુલનો ખુલાસો કર્યો હતો.આ સાથે પંજાબ પોલીસે ખતરનાક હથિયારોના કન્સાઈનમેન્ટ સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી.