Site icon Revoi.in

“ટેરર એક્સપોર્ટર” પાકિસ્તાનના MS, MD ડોક્ટરો સાઉદી, કતર, યુએઈ, બહરીનમાં ગેરમાન્ય

Social Share

લાહોર: આતંકવાદ અને આતંકવાદીઓને પેદા કરવામાં પાકિસ્તાનના થયેલા હાલ સાઉદી અરેબિયા, કતર, યુએઈ અને બહેરીનના તાજેતરના નિર્ણયથી જોવા મળી રહ્યા છે. આતંક અને આતંકવાદની નિકાસ કરનારા પાકિસ્તાનના ડોક્ટરોની ડિગ્રીઓને સાઉદી અરેબિયા અને અન્ય કેટલાક ખાડી દેશોમાં ગેરમાન્ય ઠેરવવામાં આવી છે.

પાકિસ્તાન માટે ખરેખર ચિંતાનો વિષય છે કે સદી જૂની પાકિસ્તાનની પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી – માસ્ટર ઓફ સર્જરી અને ડોક્ટર ઓફ મેડિસનને સાઉદી અરેબિયા અને કેટલાક ખાડી દેશોએ ઉચ્ચ વેતન પ્રાપ્ત કરવાની યોગ્યતાની શ્રેણીમાંથી હટાવી છે.

આ નિર્ણયને કારણે પાકિસ્તાનના ઉચ્ચ યોગ્યતા ધરાવતા સેંકડો ડોક્ટરો નોકરી વગરના થઈ ગયા છે. આમાના મોટાભાગના સાઉદી અરેબિયામાં છે. સાઉદી અરેબિયામાં આવા પાકિસ્તાની તબીબોને દેશ છોડવા અથવા તો ડિપોર્ટેશન માટે તૈયાર રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાનના ડોક્ટરોની એમસ અને એમડીની ડિગ્રીઓને નામંજૂર કરીને સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે આમા માળખાગત તાલીમ કાર્યક્રમનો અભાવ છે અને મહત્વના સ્થાન પર ડોક્ટરોને નિયુક્ત કરવા માટે ફરજિયાત જરૂરિયાતોનો પણ અભાવ છે. સાઉદી અરેબિયા બાદ કતર, યુનાઈટેડ આરબ અમિરાતસ અને બહરીને પણ આવા જ પગલા લીધા છે.

આમાના મોટાભાગના પાકિસ્તાની તબીબોને સાઉદી આરોગ્ય મંત્રાલયે 2016માં ઓનલાઈન એપ્લિકેશન મંગાવીને કરાચી, લાહોર ઈસ્લામાબાદ ખાતે ઈન્ટરવ્યૂ કરીને તેમને પસંદ કર્યા હતા.

પાકિસ્તાની ડોક્ટરો માટે શરમજનક વાત એ છે કે આવી જ ડિગ્રી ધરાવતા ભારત, ઈજીપ્ત, સુદાન અને બાંગ્લાદેશના ડોક્ટરોને સાઉદી અરેબિયા તથા અન્ય ખાડી દેશોમાં માન્યતા આપવામાં આવેલી છે.

પાકિસ્તાની અખબાર ડૉનમાં આના સંદર્ભે અહેવાલ પ્રકાશિત થયો છે અને તેના કોરસ્પોન્ડન્ટે સાઉદી કમિશન ફોર હેલ્થ સ્પેશ્યાલિટીઝ દ્વારા પાકિસ્તાની ડોક્ટરોને ટર્મિનેટ કરવાનો લેટર મેળવ્યો હોવાનો પણ દાવો કર્યો છે.

આ પત્ર પ્રમાણે, કહેવામાં આવ્યું છે કે તમારી પ્રોફેશનલ ક્વોલિફિકેશન માટેની એપ્લિકેશન નામંજૂર કરવામાં આવે છે. તેનું કારણ છે કે તમારી પાકિસ્તાનમાંથી મેળવવામાં આવેલી માસ્ટર ડિગ્રી એસસીએફએચએસના માપદંડ પ્રમાણે સ્વીકાર્ય નથી.

આ નિર્ણયથી અસરગ્રસ્ત થયેલા ડોક્ટરો અને વરિષ્ઠ હેલ્થ ઓફિસરોએ તેમની કારકિર્દીઓને તબાહ કરવા બદલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ પાકિસ્તાન (સીએફએસપી)ને જવાબદાર ઠેરવી છે.

CPSPના પ્રવક્તા ડૉ. અસદ નૂર મિર્ઝાએ આને પાકિસ્તાનના મોટી ડિગ્રીની યોગ્યતાને માટે મોટો ધક્કો ગણાવ્યો છે અને પાકિસ્તાનના ઉચ્ચ યોગ્યતા ધરાવતા લોકો માટે અપમાન પણ ગણાવ્યું છે.

તેમણે દાવો કર્યો છે કે CPSPના ડેલિગેશન્સની તાજેતરની સાઉદી અરેબિયા અને કેટલાક ખાડી દેશોની મુલાકાતમાં તેમણે વિકૃત તથ્યો રજૂ કરીને પાકિસ્તાનના યુનિવર્સિટી પ્રોગ્રામ સીપીએસપી પ્રાયોજીત એફસીપીએસ યોગ્યતાને જાળવવામાં પોતાના મહત્વને જાળવ્યું હતું.

નૂર પ્રમાણે પાકિસ્તાની તબીબોના નોકરી વગરના થવાને કારણે તેમના દેશને વિદેશી હૂંડિયામણનું પણ મોટું નુકસાન થશે.

યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. જાવેદ અકરમે એમએસ અને એમડીના ડિગ્રી કોર્સમાં માળખાગત ટ્રેનિંગ ક્વોલિફિકેશનનો અભાવ હોવાની છાપને નકારી છે. તેમણે કહ્યુ છે કે એમએસ અને એમડીનો કોર્સ 1914માં શરૂ થયો હતો અને પહેલી એમએસની ડિગ્રી પંજાબ યુનિવર્સિટીના જી. બી. કપૂરને આપવામાં આવી હતી. પાકિસ્તાનની મેડિકલ અને ડેન્ટલ કાઉન્સિલ દ્વારા એમએસ અને એમડીની ડિગ્રીને પાંચ વર્ષના લેવલ-3 રિસર્ચ અને ક્લિનિકલ ક્વોલિફિકેશન તરીકે ઘોષિત કરવામાં આવી છે. તેમનો દાવો છે કે પાકિસ્તાનની એમએસ અને એમડીની ડિગ્રી વર્લ્ડ ફેડરેશન ઓફ મેડિકલ એજ્યુકેશન દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે ડિઝાઈન કરવામાં આવી છે.

તેમણે ક્હ્યુ છે કે યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ અને ઘણાં વરિષ્ઠ મેડિકલ એક્સપર્ટે પાકિસ્તાનના ડોક્ટરોની જોબ ટર્મિનેટ કરવાનો મામલો ઉઠાવ્યો છે અને એસસીએફએચએસ સાથે પણ વાતચીત કરી છે.

આંકડા પ્રમાણે હાલ 4440  પ્રોસ્ટગ્રેજ્યુએટ્સ પાકિસ્તાનની સરકારી અને પ્રાઈવેટ મેડિકલ ઈન્સ્ટિટયૂટમાં કામ કરી રહ્યા છે. જેમાના 102 ફેકલ્ટી મેમ્બર તરીકે વરિષ્ઠ પદો પર ભણાવી પણ રહ્યા છે.

સીપીએસપીના એકેડેમિક્સના ડીન પ્રોફેસર ડો. ગુલામ મુસ્તફા અરૈને સીપીએસપીના પ્રતિનિધિઓ દ્વારા એફસીપીએસની યોગ્યતાને લઈને વિદેશ યાત્રાઓ દરમિયાન સારી છાપ ઉભી કરી હોવાનું પણ જણાવ્યું છે. આને લઈને કરવામાં આવેલા આરોપોને પણ તેમણે નાકાર્યા છે.

પંજાબના સ્પેશ્યલાઈઝ્ડ હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી મોમિન આગાએ કહ્યુ છે કે તેમણે પ્રાંતીય આરોગ્ય પ્રધાન ડૉ. યાસ્મિન રાશિદ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. તેમણે આ મામલો અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ જોનારી શૈક્ષણિક સમિતિને આ મામલો સુપ્રદ કરવાનો સર્વસંમત નિર્ણય પણ કર્યો છે.

આ કમિટીમાં મેડિકલ શાખાના વરિષ્ઠ અધ્યાપકો પણ છે અને તેઓ જરૂર લાગશે તો આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો પ્રમાણે પાકિસ્તાનના એમએસ અને એમડીના અભ્યાસક્રમમાં સુધારણા પણ કરશે.

તેમણે પાકિસ્તાનની એમએસ અને એમડીની ડિગ્રીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પૂર્ણ કરતી હોવાનું જણાવીને આરબ દેશોમાં હેલ્થ મેનેજરો સમક્ષ લોકલ હેલ્થ ઓથોરિટી દ્વારા મામલો ઉઠાવવાનીજરૂર હોવાનું પણ જણાવ્યું છે.