Site icon Revoi.in

પઠાણકોટ નજીક સરહદ ઉપર ફરીથી જોવા મળ્યું પાકિસ્તાનનું ડ્રોનઃ સેનાનું સર્ચ ઓપરેશન

Social Share

દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ પર બમિયાલ કેસટરમાં રાત્રિના સમયે ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું. જો કે, બીએસએફ દ્વારા ગોળીબાર કરવામાં આવતા ડ્રોનને પાછુ પાકિસ્તાનની સરહદમાં જતુ રહ્યું હતું. આ ઘટનાને પગલે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં સરહદ ઉપર ડ્રોન દેખાવાની આ ચોથી ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પઠાણકોટ જિલ્લાના બમિયાલ સેક્ટરમાં સરહદ પારથી એક ડ્રોન આવતું જોવા મળ્યું હતુ. જેથી સતર્ક થયેલા બીએસએફના જવાનોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને પગલે ડ્રોન પાકિસ્તાન તરફ પાછું ચાલ્યું ગયું હતું. આ બનાવ બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. પોલીસે સરહદને અડીને આવેલા ચાર કિલોમીટર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બીએસએફએ ભારત-પાક સરહદ પર ડ્રોન જોયુ હતુ, ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પરત જતું રહ્યું હતું. પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર પાકિસ્તાનના ડ્રોન જોવા મળે છે. પાકિસ્તાન ડ્રોન દ્વારા ભારતના વિસ્તારમાં ડ્રગ અને શસ્ત્રો વગેરે જેવા શંકાસ્પદ સમાન વગેરે મોકલવાનો પ્રયાસ કરતું રહ્યું છે. ડ્રોન દ્વારા પાકિસ્તાન તરફથી હથિયાર મોકલવાની ઘટનાને પહેલા પણ બની ચુકી છે. બીએસએફના જવાન પાકિસ્તાનના આવા દરેક પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે.