Site icon Revoi.in

VIDEO: ભારતીય વૃદ્ધ મહિલા સાથે પાકિસ્તાનીનું ગેરવર્તન, આપી કાશ્મીર માટે લડવાની ધમકી

Social Share

બ્રિટનના બર્મિંઘમમાં એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા ભારતીય મહિલા સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિ ખુલ્લેઆમ નફરત ફેલાવતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તે ભારતીય મહિલાને કહે છે કે તેમને બર્મિંઘમમાં રહેવાની મંજૂરી મળવી જોઈએ નહીં.

https://twitter.com/DVATW/status/1173310789899476995?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1173310789899476995&ref_url=https%3A%2F%2Fwww.jansatta.com%2Finternational%2Fpakistani-man-in-uks-birmingham-abused-an-elderly-indian-women-over-issue-of-kashmir-in-india%2F1155139%2F

તે કહે છે કે આમ કરવાની ક્યારેય મંજૂરી નહીં આપે. આના પર ભારતીય મહિલા પણ પાકિસ્તાની વ્યક્તિનો આકરો વિરોધ કરે છે. તો પાકિસ્તાની કહે છે કે અમે ક્યારેય તમને અહીં રહેવાની પરવાનગી આપીશું નહીં. આના પર ભારતીય મહિલા સવાલ કરે છે કે તમે આમ કેમ કરશે. તેના પર તે ખુદથી અંતર જાળવવાની વાતને વારંવાર દોહરાવતો નજરે પડે છે.

પાકિસ્તાની વ્યક્તિ કાશ્મીરમાં ભારતના વલણ પર નારાજગી વ્યક્ત કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ છે કે તે ભારત તરફથી જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ની જોગવાઈને સમાપ્ત કરવા અને તેનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાથી નારાજ છે. વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિ પોતાના લોહીના આખરી ટીપા સુધી ભારત સામે લડાઈ લડવાની વાત કહેતો દેખાય રહ્યો છે.

તે બૂમો પાડીને કહી રહ્યો છે કે અમારા લોકો તમારી વિરુદ્ધ લડશે. તે સતત કહી રહ્યો છે કે તમે અહીં રહી શકો નહીં. તમારે ભારત પાછા જવું જ પડશે. તે કાશ્મીરમાં કથિતપણે મુસ્લિમોના કથિત ઉત્પીડનની વાતને દોહરાવતો દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારત તરફથી 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમા વહેંચવાની ઘોષણા કરવામાં આવી હતી. ભારત સરકારે જમ્મુ-કાશ્મીર અને લડાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ઘોષણા કરી છે. તેના પછી રાજ્યમાં સંચારના માધ્યમો પર કેટલીક રોક લગાવવામાં આવી હતી.

જો કે સરકાર દ્વારા રાજ્યમાં સતત સ્થિતિને સામાન્ય બનાવવાની કોશિશ થઈ રહી છે. પ્રતિબંધોને વધારે ઢીલા કરવામાં આવ્યા છે. આના પહેલા ભારતના આ પગલાથી ચચરાટ અનુભવતા પાકિસ્તાને કેટલાક ધમપછાડા કર્યા હતા. બંને દેશો વચ્ચે આ મુદ્દા પર સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં પણ ઉઠાવી ચુક્યું છે. જો કે ત્યાં પણ ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપીને ધોબીપછાડ આપી હતી.