Site icon Revoi.in

પાકિસ્તાની સામાજીક કાર્યકરતા બિલ્કીસ બાનુ ઈદીનું 74 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

દિલ્હીઃ- શુક્રવારના  દિવસે પાકિસ્તાની સામાજીક કાર્યકરતા એવા બિલ્કિસ બાનું ઈદીનું નિધન થયું હતું તેમના નિધનને લઈને શનિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શોક વ્યક્ત કર્યો હતો. બિલ્કીસ તેમના સામાજિક કાર્યકર પતિ સ્વ.અબ્દુલ સત્તાર ઈદી સાથે સમાજ સેવાનું કામ કરતા હતા. બિલ્કીસ બાનો ઈદીનું શુક્રવારે કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

બિલ્કીસ તેના પતિ સાથે મળીને અબ્દુલ સત્તાર ઈધી ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે એક કલ્યાણકારી સંસ્થા છે અને તેણે ઘણા ક્ષેત્રોમાં તેમના માનવતાવાદી કાર્ય માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે.

તેમના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે , બિલ્કિસ ઈદીના નિધન પર મારી હૃદયપૂર્વકની સંવેદના. માનવતાવાદી કાર્ય માટેના તેમના જીવનભરના  સમર્પણએ વિશ્વભરના લોકોના જીવનને પ્રભાવિત કર્યું. ભારતમાં પણ લોકો તેમને પ્રેમથી યાદ કરે છે. તેમની આત્માને શાંતિ મળે.

Exit mobile version