Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ ફાઈનલમાં પાકિસ્તાન ખેલાડીએ નીરજ ચોપડાનું જૈવલિન લઈ લીધું હતું !

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ફાઈનલના દિવસે મારે પહેલો થ્રો ઉતાવળમાં કરવો પડ્યો હતો. મારી જૈવલિન શોધવામાં વાર લાગી હતી, જો કે, પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમના હાથમાં મારુ જૈવલિન દેખાતા તેની પાસેથી લઈને ઉતાવળમાં નાખવું પડ્યું હતું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા આપેલા ઈન્ટરવ્યુમાં નીરજ ચોપડાએ કહ્યું હતું કે, ફાઈનલ મુકાવલાની નરૂઆતમાં હું મારા જૈવલિન શોધી રહ્યો હતો પરંતુ મને મળતું ન હતું. અચાનક મારી નજર પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમ ઉપર પડી હતી. જે મારુ જૈવલિન લઈને ફરતો હતો. તેને મે કહ્યું કે, ભાઈ આ જૈવલિન મને આપી, આ મારુ છે અને મારે એને જ ફેંકવાનું છે. તેમણે મારુ જૈવલિન પરત કરી દીધું હતું. એટલે આપે જોયું હશે કે આ ચક્કરમાં મારે પહેલો થ્રો ઉતાવળમાં નાખવો પડ્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને શેયર કરીને નીરજના વખાણ કરે છે. ફિલ્મમેકર અશોક પંડિતે પણ આ વીડિયો શેયર કર્યો છે અને કહ્યું છે કે, રતમના મેદાનમાં પણ કાવતરુ કરવામાં આવ્યું હતું કે જેથી નીરજ જીતી ના શકે. તેમને હરાવવાની તૈયારીઓ કરી લેવાઈ હતી. રમતના મેદાનમાં પણ પાકિસ્તાન પોતાની આતંકવાદી હરકતથી બહાર નહીં આવે. આ પાકિસ્તાની અરશદ નદીમે નીરજ ચોપડાનું જૈવલીન ચોરી કરી લીધુ હતું જેથી નિરજ ચોપડા ગોલ્ડ મેડલ ના જીતી શકે. પરંતુ નીરજની અચાનક નજર પડી અને અરશદ પાસેથી જૈવલિન પાછુ લઈ લીધું હતું. નીરજ તેમ છતા અરશદના વખાણ કરી રહ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપડાએ ઈતિહાસ રચીને ભારતને 13 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ નીરજ ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારત તરફથી ઓલિમ્પિકમાં મેડલ જીતનારો પહેલો એથલીટ બન્યો છે. આ પહેલા ભારતે વર્ષ 2008માં બીઝીંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બ્રિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(Photo-File)