Site icon Revoi.in

પાકની નાપાક હરકત, ઓખાની બોટ પર ફાયરિંગ, એક માછીમારનું મોત, 6 માછીમારોનું અપહરણ

Social Share

પોરબંદરઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ ભારતિય જળસીમા વિસ્તારમાં મરીન સિક્યોરિટીનું પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફાયરીંગ ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું હતું. દેશની જળ સીમામાં પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત જોવા મળી હતી.. મળેલી માહિતી પ્રમાણે પોરબંદરની એક બોટનું પાક મરીને માછીમારો સાથે અપહરણ કર્યું છે. એટલું જ નહીં પરંતુ વધુ એક ફિશિંગ બોટ પર ફાયરીગ કર્યું હતું. ફાયરીંગની ઘટનામાં એક માછીમારનુ મોત નિપજ્યું છે. તથા અન્ય એક માછીમારને ઈજા પહોંચી છે. આ ઘટનામાં જલપરી બોટને ભારે નુકસાન પહોંચ્યુ છે. બોટના કાચ તૂટ્યા છે. ત્યારે ઓખા મરીન દ્વારા આ બોટને દરિયાકાંઠે લાવી પંચનામું કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પાક મરીને જલપરી નામની ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયું હોવાની હાલ માહિતી મળી રહી છે. ઓખા ની જલપરી નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બોટ માલિક રમેશ દામજી છે. તો પોરબંદરની શ્રી પદમાણી કૃપા નામની બોટ સાથે 6 માછીમારોને અપહરણ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.

પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બહાર આવતુ નથી. અવારનવાર પાકિસ્તાન મરીન ભારતીય સીમામાં ઘૂસી આવે છે. ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. આ ફાયરિંગમાં  એક માછીમારનું મોત નિપજ્યુ છે.  ગુજરાતની અનેક બોટ સમુદ્રમાં રોજ માછીમારી કરવા જાય છે. ત્યારે માછીમારી કરતા સમયે અનેકવાર પાકિસ્તાની મરીન ગાર્ડસનો સામનો થતો હોય છે. સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી ગુજરાતની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. દ્વારકાની જલપરી નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. ત્યારે આ બોટ પર ફાયરિંગ પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.