Site icon Revoi.in

પાલનપુરના RTO ઈન્સ્પેક્ટર અને વચેટિયો રૂપિયા 11700ની લાંચ લેતા રંગેહાથ પકડાયા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ અધિકારી અને તેના વચેટિયાને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ તેના વચેટિયા ભરત પટેલ સાથે રહી 11,700 રૂપિયાની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીએ છટકું ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેના વચેટીયાને પાલનપુર શહેરના ગઠામણ દરવાજા ગલબાભાઈના પૂતળા પાસે લાંચના પૈસા સ્વીકાર ઝડપી પાડ્યા હતા.

બનાસકાંઠા પાલનપુરમાં RTO ઈન્સ્પેક્ટર અંકિત પંચાલ અને તેના વચેટિયા ભરત પટેલને લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. હજુ થોડા દિવસ પહેલા જ RTOના બે એજન્ટોને પાલનપુર ACBએ રંગે હાથ ઝડપાયા લીધા બાદ ગુરૂવારે અમદાવાદ ACB ના હાથે  પાલનપુરમાં RTO ઈન્સ્પેક્ટર અને તેનો વચેટિયા પકડાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ કેસની વિગતો એવી છે કે, ફરીયાદી પાલનપુરમાં ઓટો એડવાઇઝરની ઓફીસમાં કામ કરે છે, તેમના ક્લાઇન્ટનાં વાહનોનાં નામ ફેર બદલી તેમજ બોજા નાંખવાનાં કામે આર.ટી.ઓ કચેરીમાં અવાર નવાર જતા હોય છે. જેમાં આરોપી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે તેમને પોતાના વચેટીયા આરોપી ભરત જીવાભાઈ પટેલને 11,700 આપવાનું કહ્યુ હતુ. પરંતુ ફરીયાદી નાણાં ચુકવતા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીએ લાંચનું છટકું ગોઠવી અને છટકા દરમિયાન આરોપી ભરત પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચનાં નાણાં માંગી સ્વીકારતા જ આરોપી અંકિત નરેંદ્રભાઈ પંચાલ RTO ઈંસ્પેક્ટર વર્ગ 2 પાલનપુરની સાથે મોબાઇલ પર વાત કરી લાંચનાં નાણાં મળી ગયેલ હોવા અંગે જાણ કરી તેમની સંમતિ સ્વીકૃતિ મેળીવતા જ બન્ને આરોપીઓને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.