Site icon Revoi.in

ટૂંક સમયમાં નેવીમાં સામેલ થઇ શકે છે ‘પેન્થર હેલિકોપ્ટર ‘ , આ છે તેની વિશેષતા

Social Share

યુરોપિયન એવિએશનની મશહુર કંપની એરબસ હાલમાં બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2021માં ભાગ લઈ રહી છે. એરબસ અને ઇન્ડિયન નેવી વચ્ચે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. અને બંને વચ્ચે પેન્થર હેલિકોપ્ટરને લઈને વાતચીત ચાલી રહી છે. એરબસે લીઝ પર નેવીને પેન્થર હેલિકોપ્ટર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીના અધિકાર વતી ભારતીય મીડિયાને આ માહિતી આપવામાં આવી છે.

નૌસેનાને આ હેલિકોપ્ટર વોર શીપ પર તૈનાત કરવા માટે મળશે. નૌસેનાને અત્યારે હેલિકોપ્ટરની ખૂબ જ જરૂર છે. અને હાલમાં તેમની પાસે ચેતક હેલિકોપ્ટર છે, જેની ટેકનોલોજી થોડી વધારે જૂની છે.

એરબસ તરફથી આ ઓફર એવા સમયે આવી છે, જ્યારે નૌસેના માટે 3 બિલિયન ડોલર વાળી 111 નેવલ યુટિલિટી હેલિકોપ્ટરની યોજના અનેક કારણોસર ખોરવા માંડી છે. એરબસ અધિકારીઓ વતી કહેવામાં આવ્યું છે કે, નૌસેનાની ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા, ખાસ કરીને હિંદ મહાસાગરમાં વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે.

કેન્દ્રની મોદી સરકારે રક્ષા ખરીદ પ્રકિયા 2020 અંતર્ગત સૈન્યને લીઝ પર લશ્કરી સાધનો લેવાની મંજૂરી આપી દીધી છે. એરબસ દ્વારા ભારતીય વાયુસેનાને પરિવહન લીઝ પર બે એ 330 મલ્ટિ રોલ ટેન્કર પટ્રાન્સપોર્ટ લીઝ પર આપવામાં આવી શકાય છે.

કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ, કયા હેલિકોપ્ટર લીઝ પર આપવામાં આવશે તે અંગે કોઈ વાત થઈ નથી. પરંતુ જો સ્રોતોની વાત માનીએ તો, AS565MBe નું નૌસેના વર્ઝન નેવી દ્વારા મળી શકે છે. તે પેન્થર પરિવારનું હેલિકોપ્ટર છે જે તમામ ઋતુઓમાં કામગીરી કરી શકે છે. આ મલ્ટિ રોલ મીડિયમ હેલિકોપ્ટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, તે વોર શીપના ડેક પરથી સરળતાથી ઉતરી શકે છે.

આ એરક્રાફ્ટ નેવી ઉપરાંત તે દરિયાઇ દેખરેખ, શોધ અને બચાવ, ઘટના સમયે ઇજાગ્રસ્તોને સ્થળાંતર, પેટ્રોલિંગ અને આતંકવાદ વિરોધી જેવા કોસ્ટગાર્ડના મિશન પણ પૂરા કરી શકે છે. એરબસ છેલ્લા 5 દાયકાથી ભારતમાં હાજર છે, પરંતુ હજી સુધી તેને કોઈ મોટો રક્ષા સોદો મળ્યો નથી.

જો આપણે પેન્થર હેલિકોપ્ટરની વાત કરીએ, તો વિશ્વના 20 દેશોની સૈન્ય તેનો ઉપયોગ કરી રહી છે. આ હેલિકોપ્ટર ગરમી ઉપરાંત ભયાનક શિયાળોની પરિસ્થિતિમાં પણ કામ કરી શકે છે. તેની અદ્યતન કોકપીટ તેને વધુ શક્તિશાળી બનાવે છે. કોકપીટ ઓટોમેટિક ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ઉપરાંત ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમથી પણ સજ્જ છે.

યુએસ કોસ્ટગાર્ડ પાસે પણ આવા 100 જેટલા હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટર વધારે અવાજ કરતુ નથી. અને આને કારણે તેનો ઉપયોગ અનેક મિશનમાં ઝડપથી થઈ શકે છે. નૌસેના પાઇરેસી, તસ્કરી અને ગેરકાયદેસર માછલી પકડનાર પર પણ કાર્યવાહી કરી શકાય છે.

-દેવાંશી