Site icon Revoi.in

માતા-પિતાએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભગવાનમાં વિશ્વાસ રાખવાનું શીખવ્યુંઃ વિવેક રામાસ્વામી

Social Share

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદારી કરનારા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે, માતા-પિતા હંમેશા કહેતા હતા કે તમે જેની સાથે લગ્ન કરશો, તેનું તમારા જીવનમાં મહત્વનું સ્થાન હશે. માતા-પિતાએ આપેલી આ શીખામણ અમે અમારા બાળકોને પણ આપીએ છીએ. આ ઉપરાંત માતા-પિતાએ હંમેશા અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અને ભગવાન ઉપર વિશ્વાસ રાખતા શિખવાડ્યું છે. માતા-પિતાએ અમને આપેલા આવા સંસ્કાર અમે અમારા સંતાનોને આપી રહ્યાં છે. આ ઉપરાંત તેમણે પત્ની અપૂર્વા સાથેની પ્રથમ મુલાકાત અને લગ્ન વિશે પણ કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી.

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહેલા વિવેક રામાસ્વામીએ પોતાના લગ્નની એક મજાની વાત કહી છે. વાસ્તવમાં, વિવેક રામાસ્વામીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં વિવેકની પત્ની અપૂર્વા કહી રહી છે કે, કેવી રીતે પાર્ટી દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી અને પહેલી મુલાકાતમાં તેમની વચ્ચે કોઈ ખાસ વાતચીત થઈ ન હતી.

વિવેકે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘આયોવાના મતદારો જાણવા માગે છે કે હું અને અપૂર્વ કેવી રીતે મળ્યા, તો આ રહ્યો જવાબ.’ વીડિયોમાં અપૂર્વા કેટલાક લોકોને તેમની પ્રથમ મુલાકાતની વાત કહી રહી છે  અને વિવેક પણ તેની સાથે ઉભા જોવા મળે છે. વીડિયોમાં અપૂર્વાએ જણાવ્યું કે, વિવેક અને મારી મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. વિવેક તે સમયે કાયદાનો અભ્યાસ કરતો હતો અને હું મેડિકલનો અભ્યાસ કરતી હતી. અપૂર્વાએ મજાકમાં કહ્યું કે, તે કદાચ તેની છેલ્લી પાર્ટી હતી, જેના પછી ત્યાં હાજર લોકો પણ હસી પડ્યા.

અપૂર્વાએ જણાવ્યું કે પાર્ટી દરમિયાન તેને વિવેક સૌથી વધુ સરસ વ્યક્તિ લાગ્યો હતો. જે બાદ તે તેની પાસે ગઈ હતી અને બંનેએ વાતચીત કરી હતી. આ મીટિંગમાં અમને ખબર પડી કે અમારી વચ્ચે કેટલી સમાનતા છે. ત્યારથી અમે બંને સાથે છીએ.’  અપૂર્વ પછી વિવેકે કહ્યું કે તેના માતા-પિતા હંમેશા કહેતા હતા કે તમે જેની સાથે લગ્ન કરશો તે મહત્વપૂર્ણ હશે અને તેઓ તેમના બાળકોને પણ આ વિશે જણાવશે. વિવેકે કહ્યું કે તેના માતા-પિતાએ તેને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભગવાનમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું અને અમે અમારા બાળકોને પણ તે જ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.