Site icon Revoi.in

વાવ-થરાદ પંથકમાં ગ્રામમાતા ગણાતા ગગુમાંનું નિધન

Social Share

અમદાવાદ, 4 જૂન 2026: બનાસકાંઠાના વાવ-થરાદ પંથકની ગ્રામમાતા ગણાતા ગગુમાંનું નિધન થતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગગુમાંએ 31મી મેના રોજ દેહત્યાગ કર્યો હતો.

ગગુમાને તેમની સેવાવૃત્તિ આખા પંથકની ‘ માં’ બનાવી દીધા હતા. તેમનો એક જ જીવનમંત્ર હતો કે અતિથિ દેવો ભવઃ, તેમના ઘરનો ઉંબરો કદી સૂનો રહેતો ન હતો, અહીં ભૂખ્યાં આવે તો રોટલો, તરસ્યાને પાણી અને દુઃખીઓને દિલાસો મળતો હતો. દરમિયાન ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ન્યૂઝ પ્રોવાઈડ કરનારા અગ્રણી ન્યૂઝપોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) વિનોદભાઈ દવે અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અમૃતભાઈ આલ દ્વારા ગગુમાંના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે.

Exit mobile version