Site icon Revoi.in

અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. દરમિયાન શહેરમાં હોમ ક્વોરન્ટીન થયેલા કોરોના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન નહીં આપવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે.  બીજી તરફ સરકારી ઓફિસો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં કોરોનાના ભયના કારણે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેથી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ રહી છે. હજારો કોરોના પીડિત દર્દીઓ હોમ ક્વોન્ટીન છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશનની અછતને દૂર કરવા માટે સરકાર દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં હોમ ક્વોન્ટાઈન દર્દીઓને રેમડેસિવર ઈન્જેશન નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈન્જેકશનની અછતને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી હવે અનેય શહેરોમાં પણ આ અંગેના નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.