Site icon Revoi.in

લોકો બન્યા અફવાનો શિકાર, અમદાવાદમાં ચાર દિવસ પેટ્રોલ નહીં મળે તેવી વાત ફેલાતા લોકો પેટ્રોલપંપ પર દોડ્યા

Social Share

અમદાવાદ: શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર શનિવારે રાતભર પેટ્રોલ ભરાવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર્સની લાંબી કતારો લાગી હતી. સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપોની હડતાળ અને સાઉદી અરેબિયા દ્વારા ભારતમાં ક્રૂડની સપ્લાય અટકાવવાની અફવાને કારણે મૂંઝવણ હતી.

રાત્રે દોઢ વાગ્યા સુધી લોકો પેટ્રોલ ભરાવવા માટે શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ઉભા રહ્યા હતા.પેટ્રોલપંપના કર્મચારીઓ દ્વારા આ લોકોને સમજાવવા છતાં એકપણ પંપ બંધ નહીં થાય, લોકો તેલ ભરવા માટે કતારમાં ઉભા રહ્યા હતા.

ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ બળજબરીથી બંધ કરવા પડ્યા.જેમ જેમ લોકોને ખબર પડી રહી હતી તેમ તેમ લોકો ઊંઘમાંથી ઉઠીને પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા.સામાન્ય રીતે શહેરના ઘણા પંપ રાત્રે 11 વાગ્યે બંધ થઈ જતા હોય છે, પરંતુ શનિવારે રાત્રે નજારો અલગ હતો. લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા આવતા રહ્યા.શનિવારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 96.98 રૂપિયા હતો.

ત્રણ ચાર દિવસ પેટ્રોલ પંપ બંધ રહેશે તેવી અફવા ફેલાઈ હતી.જ્યારે કેટલાક લોકોને ખબર પડી કે સાઉદી અરેબિયા ભારતને કાચા તેલની સપ્લાય બંધ કરી રહ્યું છે.આ પછી લોકો પેટ્રોલ ભરવા માટે પંપ તરફ વળ્યા હતા.મોડીરાત્રે પણ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. રાત્રે 1:30 વાગ્યાથી પણ લાંબી કતારો જોવા મળી હતી.