1. Home
  2. Tag "Petrol pump"

સ્ટ્રાઈકનું સંકટ:ચંદીગઢમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે નિર્ધારીત કરાય લિમિટ!

ચંદીગઢ: દેશભરમાં ટ્રકચાલકોના દેખાવની સાઈડ ઈફેક્ટ્સ દેખાવા લાગી છે. ચંદગઢમાં હવે પેટ્રોલ અને ડીઝલની ખરીદ સીમા નક્કી કરવામાં આવી છે. તેના પ્રમાણે, દ્વિચક્રી વાહનો બે લિટર સુધી પેટ્રોલ ખરીદી શકશે. જ્યારે ચાર પૈંડાવાળા વાહનો માટે આ મર્યાદા પાંચ લિટરની કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે હિટ એન્ડ રનના મામલામાં 7 લાખ દંડ અને 10 વર્ષ […]

સુરતમાં એક વ્યક્તિ પેટ્રોલપંપ સળગાવવાનો કર્યો પ્રયાસ,સીસીટીવીમાં વીડિયો રેકોર્ડ

સુરત :સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે હજુ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના મગદલ્લા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર એક ગંભીર ઘટના બની હતી. જેમાં અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા […]

ગુજરાતઃ કેટલાક પેટ્રોલપંપ ઉપર ‘નો ડીઝલ’ના બોર્ડ લાગ્યાં, પેટ્રોલ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો

અમદાવાદ: રાજ્યમાં ઈંઘણની અછતની ચર્ચાઓ વચ્ચે પેટ્રોલ પંપ ઉપર છેલ્લા કેટલાક દિવસથી વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર તો ડીઝલની અછતના બોર્ડ પર મારી દેવાયાનું જાણવા મળે છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ સ્વીકાર્યું છે કે, હાલ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની 30થી 40 ટકાની ઘટ છે, […]

લોકો બન્યા અફવાનો શિકાર, અમદાવાદમાં ચાર દિવસ પેટ્રોલ નહીં મળે તેવી વાત ફેલાતા લોકો પેટ્રોલપંપ પર દોડ્યા

પેટ્રોલ પંપ પર અચાનક લોકો પેટ્રોલ ભરાવા પહોંચ્યા લાંબી કતારો લાગી જાણો શું છે મામલો? અમદાવાદ: શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર શનિવારે રાતભર પેટ્રોલ ભરાવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર્સની લાંબી કતારો લાગી હતી. સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપોની હડતાળ અને સાઉદી અરેબિયા દ્વારા ભારતમાં ક્રૂડની સપ્લાય અટકાવવાની અફવાને કારણે મૂંઝવણ હતી. રાત્રે દોઢ […]

શ્રીલંકામાં સરકારી પેટ્રોલ પંપ ઉપર હોબાળો ના થાય તે માટે સેનાના જવાનો તૈનાત કરાયાં

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન શ્રીલંકામાં સરકારી પેટ્રોલ પંપ ઉપર સેનાને તૈનાત કરવામાં આવી છે. શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની સમસ્યાને પગલે પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. પેટ્રોલ પંપ ઉપર હોબાળોના થાય અને લોકો હિંસકના બને તે માટે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તેવી દહેશતના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાગી લાંબી લાઈનો

અમદાવાદઃ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળીને બેરલ દીઠ 139 ડોલરની સપાટી વટાવી ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાવાની લોકોને દહેશત છે. વધારામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં સરકાર હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ.10નો વધારો કરશે તેવી ભીતિને લીધે શહેરના તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. લોકો પોતાના […]

સુરતઃ પેટ્રોલ પંપ ઉપર રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાનનું સરપ્રાઈઝ ચેકીંગ

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે કેટલાક પંપ સંચાલકો વાહનોમાં ઓછુ પેટ્રોલ પુરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ પ્રધાન મુકેશ પટેલે સુરતના એક પેટ્રોલ પંપ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરતા ઈંધણ ઓછુ આપવામાં આવતું હોવાનું સામે આવતા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના જહાંગીર […]

પેટ્રોલપંપ ઉપર મીટરના આંકડાનો ગજબ ખેલઃ કારની 35 લીટરની ટાંકીમાં નાખ્યું 43 લીટર પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પેટ્રોલના ભાવમાં જોરદાર વધારો થવા વાહન ચાલકોના ખિસ્સા ઉપર ભારે અસર થઈ છે. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. દરમિયાન રાજસ્થાનના એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પેટ્રોલપંપના કર્મચારીએ કારની 35 લીટરની ટાંકીમાં 43 લીટર પેટ્રોલ નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના […]

ભાવનગરમાં પેટ્રોલ પંપમાં આગ લાગતા લોકો પોતાના વાહનો મુકીને ભાગ્યા

ભાવનગર: શહેરના ભરચક ગણાતા ભીડભંજન ચોક નજીક અને જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા પેટ્રોલ પંપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, અચાનક આગ લાગતાં પંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાવનગરમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા સત્ય નારાયણ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરવાનુ કામ ચાલુ હતું તે દરમિયાન પેટ્રોલ પંપના વચ્ચેના […]

ભારત બંધનું એલાનઃ ગુજરાતમાં પેટ્રોલપંપ રહેશે ચાલુ

અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન તા. 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને ગુજરાતના ખેડૂતો અને વડોદરાના વેપારીઓએ સમર્થન આપ્યું છે. જો કે, બંધ દરમિયાન રાજ્યના તમામ પેટ્રોલપંપ ખુલ્લા રાખવાનો નિર્ણય ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. પેટ્રોલપંપ એસો.ના આગેવાન અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code