Site icon Revoi.in

ગિરનારની પરિક્રમામાં લોકો નહીં જઈ શકે, માત્ર 400 સાધુ-સંતોને જ મંજુરી

Social Share

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે., ત્યારે માત્ર 400 સાધુ સંતોને જ મંજુરી આપવામાં આવશે. પણ લોકોને પરિક્રમા માટે મંજુરી આપવામાં નહીં આવે, એવો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા સતત બીજા વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્‍મક રીતે જ યોજાશે. આ અંગે કલેક્ટર દ્વારા  વર્તમાન કોરોનાની ગાઇડલાઇન મુજબ 400ની મર્યાદામાં માત્ર સાધુ-સંતો જ પ્રતિકાત્‍મક રીતે લીલી પરિક્રમા કરી શકશે તેવી સતાવાર જાહેરાત આજે કરવામાં આવી છે. લીલી પરિક્રમામાં રાજકીય પક્ષોના કે સામાજિક સંસ્થાઓના કોઇ લોકો પ્રતિકાત્મક પરિક્રમા કરી શકશે નહીં.

વર્ષોથી દિવાળીના તહેવારો બાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં લીલી પરિક્રમા યોજાતી જેમાં લાખોની સંખ્‍યામાં ગુજરાતભરમાંથી લોકો સામેલ થવા પહોચતા હતા, પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્‍મક રીતે લીલી પરિક્રમા યોજાઇ હતી. દરમિયાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવા છતાં આરોગ્‍યના નિષ્‍ણાંતોના મત મુજબ લાખનો જનમેદની ભેગી કરવી કોરોનાને આમંત્રણ આપવા સમાન હોવાનો મત ધરાવતા હોવાથી મોટા કાર્યક્રમોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. જેને લઇ રાજય સરકાર દ્વારા કોરોનાની સ્‍થ‍િતિને ધ્યાને રાખી ગાઇડલાઇન જાહેર કરી છે

ગિરનારની લીલી પરિક્રમા કરવી  પણ એક લહાવો હોય છે. લીલી પરિક્રમાને માત્ર હવે ત્રણ  દિવસ જ બાકી રહ્યા છે. દેવઉઠી અગિયારસ કાર્તિકી સુદીની મધ્યરાત્રીએ શુભ શરૂઆત થાય છે ત્યારે પરિક્રમા અંગે આજે નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા  400 લોકોને જવા દેવાની છૂટ આપી હતી ત્યારે ચોતરફથી વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો હતો. ત્યારે સરકાર પાસે કલેકટરે માર્ગદર્શન માગ્યું હતું ત્યારે સરકારે ફરી દડો કલેકટરના ગ્રાઉન્ડમાં ફેંકી નિર્ણય કલેકટર છોડી દીધો હતો. જ્યારે મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે જુનાગઢમાં આવી ગયા છે. પણ સાધુ-સંતો સિવાય પરિક્રમા માટે કોઈને મંજુરી આપવામાં નહીં આવે.

તાજેતરમાં ગિરનાર રોપ-વેમાં 6 કલાકનું વેઈટિંગ, સકકરબાગ ઝૂમાં 50,000થી વધુ લોકોની મુલાકાત, સાસણ ગીરમાં હજારો સહેલાણીઓ, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચોટીલા પર્વત, અંબાજી પર્વત સહિતના વિવિધ ધાર્મિકસ્થળોએ લાખોની સંખ્યામાં માનવમેદનીથી એકઠી થઈ હતી. ત્યાં કેમ પાલન ન કરાવ્યું ? ત્યારે ગિરનારની પરિક્રમાનો 36 કિ.મી.ના રૂટ પર જાય તો પ્રવાહ એક જ જગ્યાએ માનવીનો નહીં રહે. એક ડોઝ 100 ટકા, બીજો ડોઝ પણ મોટાભાગના લોકોએ લઈ લીધો છે. ત્યારે લોકોને મંજુરી આપવી જોઈએ તેવી લોક લાગણી ઊભી થઈ છે.  (file photo)