Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોને મળી રાહત, જાણો શું છે આજની નવી કિંમત

Social Share

દિલ્હી:  સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાર દિવસ બાદ આજે પેટ્રોલની કિંમત 17 થી 20 પૈસા  જ્યારે ડીઝલની કિંમતમાં 18 થી 20 પૈસાનો ઘટાડો થયો છે. જોકે, મોટા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર છે.

આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.64 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.66 રૂપિયા અને ડીઝલની કિંમત 96.64 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકતામાં પેટ્રોલની કિંમત 101.93 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.13 રૂપિયા પ્રતિ લીટર છે. તો, ચેન્નઈમાં, પેટ્રોલ 100 ની પાર છે, અહીં પેટ્રોલ 102.34 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 93.66 રૂપિયા પ્રતિ લિટર છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ સિવાય મહાનગરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂક્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. આ પેરામીટર્સના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે કે જે ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

 

Exit mobile version