Site icon Revoi.in

આ બીમારીઓના દર્જીઓને રિફાઈન્ડ ઓઈલમાં બનેલી વાનગીઓથી દૂર રહેવું જોઈએ, બગડી શકે છે તબિયત

Social Share

તહેવારોમાં  ઘરમાં વાનગીઓ બનાવવી સ્વાભાવિક છે. પણ ખુશીના તહેવારની વચ્ચે એક ભૂલને લીધે રંગમાં ભંગ ના પડવા દો. કેટલીક એવી બીમારીઓ છે જેમાં રિફાઈન્ડ તેલમાં બનેલ ખોરાક ખાવાથી તબીયત બગડી શકે છે.

• રિફાઇન્ડ તેલનો વધારે પડતો ઉપયોગ થઈ શકે છે ખતરનાક
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધુ પડતા રિફાઈન્ડ તેલના ઉપયોગથી સોજો, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એનિમિયા અને નસોમાં સોજો આવવાનું જોખમ વધી જાય છે. આ સિવાય હ્રદય રોગ અને ટાઈપ-2 ડાયાબિટીસનો પણ ખતરો રહે છે. ટ્રાન્સ ફેટ કેન્સર અને ઈમ્યૂનિટી સિસ્ટમની પ્રોબ્લેમ વધે છે.

• રિફાઇન્ડ તેલ ખાવા માટે લોકો કેમ લલચાય છે?
રિસર્ચ અનુસાર રિફાઇન્ડ તેલ કેમિકલ બેસ્ડ તેલ છે જે માણસો દ્વારા બનાવવામાં આવે છે. તેમાં હાનિકારક પેટ્રોકેમિકલ્સ હોય છે. આ કારણ છે જ્યારે તમે તેને વધારે ગરમ કરો ત્યારે તેમાંથી ઝેરી તત્વો બહાર આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

• આ બીમારીઓના દર્દી ના ખાઓ રિફાઈન્ડ તેલ
ડાયાબિટીસ, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, કમજોર ઈમ્યૂનિટી, ફેફસાના રોગથી પીડાતા લોકો માટે, તેઓએ રિફાઈન્ડ તેલનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ, ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.

• રિફાઇન્ડ તેલને બદલે આ તેલનો ઉપયોગ કરો
કેનોલા, મકાઈ, સોયાબીન, વનસ્પતિ તેલને બદલે ઓલિવ, એવોકાડો, તલનું તેલ, કુસુમ તેલનો ઉપયોગ કરો. સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.