Site icon Revoi.in

કોરોનાનું સંક્રમણ ઘટતા હવે લોકો માસ્ક પહેરવાનું ટાળે છે, ભારતમાં હજુ 66 ટકા પ્રજા માસ્ક પહેરે છે

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો હવે બિન્દાસ્ત બન્યાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે મોટાભાગના લોકો માસ્ક પહેવાનું ટાળે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયામાં 59 ટકા લોકો જ માસ્ક પહેરે છે. જ્યારે 66 ટકા પ્રજા નિયમિક માસ્ક પહરે છે.

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના સામેની લડાઈ લડી રહ્યાં છે. તેમજ કોરોનાને નાથવા માટે મોટાપાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે કોરોના જતો રહ્યો હોય તેમ લોકો બિંદાસ્ત બન્યાં છે અને માસ્ક પહેરવાનું ટાળે છે. કોરોના ગાઈડલાઈનનું અનુસાર માસ્ક ફરજિયાત પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે. પરંતુ  વિશ્ર્વની 30 ટકાથી વધારે વસ્તી કોરોનાથી બચવા માસ્ક નથી લગાવતી.

કોરોના ડોટ હેલ્થડાટા અનુસાર આખી દુનિયામાંથી કોરોના સંક્રમણને બેઅસર કરવા માટે 95 ટકા વસ્તીએ માસ્ક પહેરવું જરૂરી છે, તેમની સામે માત્ર 59 ટકા જ વસ્તી માસ્ક પહેરી રહી છે. ભારતમાં કોવિડ 19 ડોટ હેલ્થ ડેટાના 30 સપ્ટેમ્બર 2021ના આકલન મુજબ ભારતમાં હજુ 66 ટકા વસ્તી માસ્ક લગાવી રહી છે. દુનિયામાં હાલ સૌથી વધુ અમેરિકામાં કોરોનાના કેસ આવી રહ્યા છે. તેમ છતાં અહીં માત્ર 41 ટકા વસ્તી જ માસ્ક લગાવી રહી છે. કોરોનાનું જન્મદાતા મનાતા ચીનમાં પણ 59 ટકા લોકો માસ્ક પહેરે છે. દુનિયામાં સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો પૈકી બ્રાઝીલમાં હાલ 66 ટકા લોકો માસ્ક લગાવી રહ્યા છે. અહીંની જનતાએ સતર્કતા રાખી છે.

Exit mobile version