- અમિતાભ બચ્ચનની મુશ્કેલીઓ વધી
- કોર્ટમાં અમિતાભનો અવાજ હટાવવાની અરજી દાખલ
- કોરોનાની કોલર ટ્યૂનમાંથી બીગબીનો અવાજ દુર કરવાની માંગણી
દિલ્હીઃ-કોરોના વાયરસનું જોખમ હજી ઓછું થયું નથી આવું તમે સતત તમારા ફોનની કોલર ટ્યૂનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાંભળ્યા આવ્યા છો. સરકાર સતત લોકોને કોરોના વાયરસથી બચાવવાના ઉપાયો વિશે જાગૃત કરી રહી છે. માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું વગેરે સલાહઓ આ કોલર ટ્યૂનમાં આપવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી, કોરોના વાયરસથી લોકોને જાગૃત કરવા માટે દરેક ફોન પર કોરોના અંગેની ધૂન સંભળાય છે. હાલમાં આ કોલર ટ્યૂનમાં બીગબીનો પણ અવાજ સાંભળવા મળ્યો છે, ત્યારે હવે બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચનનો અવાજ આ કોરોના કોલર ટ્યુનમાંથી હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે.
બિગબી કોલર ટ્યૂનમાં કોરોનાને લઈને જાગૃતિનો મેસેજ આપે છે
અમિતાભ બચ્ચન કોલર ટ્યૂનમાં કહે છે કહે છે, હેલો, આજે આપણો દેશ અને આખી દુનિયા કોવિડ -19 ના પડકારનો સામનો કરી રહ્યો છે. કોવિડ -19 હજુ પુરો થયો નથી, તેથી સાવચેત રહેવું આપણું કર્તવ્ય છે. તેથી જ્યાં સુધી દવા ન હોય ત્યાં સુધી કોઈ ઢીલ નહી. કોરોનાને રોકવા માટે, નિયમિતપણે હાથ ધોવા, માસ્ક પહેરવું અને આપસમાં યોગ્ય અંતર જાળવવું જરૂરી છે. યાદ રાખો બે ગજ દુરી કાયમ રાખજો, માસ્ક જરૂરી છે. જો તમને ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો, હેલ્પલાઈન નંબર 1075 પર સંપર્ક કરો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચન પોતે કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમના પરિવારમાં પણ કોરોના થયો હતો, આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેટલાક પ્રખ્યાત કોરોના યોદ્ધાઓ મફતમાં તેમનો અવાજ આપવા તૈયાર હતા, પરંતુ તેમને લીધા વિના સરકારે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં તે પોતાનો પરિવાર સહિત આ રોગથી બચી શક્યો નથી.
એડ્વોકેટ એકે દુબે અને પવન કુમાર દ્વારા દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે ભારત સરકાર અમિતાભ બચ્ચનને કોલર ટ્યુનના નિવારક પગલાં અંગે અવાજ માટે પૈસા ચુકવી રહી છે. તે જ સમયે કેટલાક કોરોના યોદ્ધાઓ છે જેઓ દેશની સેવા કરી રહ્યા છે અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. તેઓ કોઈપણ પ્રકારની ચૂકવણી વિના તેમનો અવાજ અને સેવાઓ આપવા માટે તૈયાર છે.
ગુરુવારના રોજ ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંહની ખંડપીઠ સમક્ષ આ અરજી લાવવામાં આવી હતી. ખંડપીઠે તેને 18 જાન્યુઆરી માટે સૂચિબદ્ધ કર્યા કારણ કે અરજદારની સલાહકાર શારીરિક સુનાવણી માટે કોર્ટમાં હાજર થવાની અસમર્થતા વ્યક્ત કરી છે.
ત્યારે હવે આ બિગબીના અવાજને દુર કરવાની માંગ ઉઠવા પામી છે જેને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ દગાખલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,અમિતાભ બચ્ચનએ અનેક જાહેરાતો પણ કરી છે, અને અનેક જાહેરાતમાં પોતોનો અવાજ પણ આપ્યો છે, જ્યા એક તરફ સમગ્ર દુનિયા તેમના અવાજના દિવાના છે તો એક તરફ કોઈ તેમના સામે અરજી કરી રહ્યું છે.