Site icon Revoi.in

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો,એક દિવસની રાહત બાદ હવે આ છે નવો ભાવ

Social Share

દિલ્હી:પેટ્રોલ-ડીઝલની કિમતમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે.જેને પગલે આમ જનતા આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે.એક દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ આજે ફરી એકવાર કિમતોમાં વધારો થયો છે.આ સાથે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 30 થી 32 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 21 થી 25 પૈસા વધ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.64 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 91.07 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 108.67 રૂપિયા અને ડીઝલની કિંમત 98.80 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.36 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 94.17 રૂપિયા પ્રતિ લીટર છે.તો,ચેન્નાઈમાં પેટ્રોલ 100.23 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.59 રૂપિયા પ્રતિ લીટર છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

 

Exit mobile version